BREAKING NEWS

અગલે બરસ તું જલ્દી આના..જામનગરમાં એક જ દિ માં દૂંદાળાદેવની ૧૫૦૮ મૂર્તિનું વિસર્જન

  • September 19, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગલે બરસ તું જલ્દી આના..જામનગરમાં એક જ દિ માં  દૂંદાળાદેવની ૧૫૦૮ મૂર્તિનું વિસર્જન

શહેરમાં ખંભાળિયા બાયપાસ પાસે ૧૨૩૬ અને સરદાર રિવેરા કુંડમાં ૨૭૨ મળી પાંચ દિવસમાં કુલ ૧૯૬૬ ગણેશ મૂર્તિ વિસર્જિત 

ગણેશ ભક્તો દ્વારા મહાપાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ કુંડનો ઉપયોગ કરી પર્યાવરણની જાળવણી સાથે ભગવાન ગજાનને ભાવભેર વિદાય

જામનગર શહેરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશજીની વિદાયનો પાંચમો દિવસ વિસર્જનના આંકડાની દૃષ્ટિએ નોંધપાત્ર રહ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલા ખંભાળિયા બાયપાસ તથા સરદાર રિવેરા ખાતેના બંને વિસર્જન કુંડમાં તા. ૧૮ સપ્ટેમ્બરના પાંચમા દિવસે એક જ દિવસમાં કુલ ૧,૫૦૮ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે ગણેશ વિસર્જનના પાંચ દિવસ દરમિયાન બંને કુંડમાં મળીને કુલ ૧,૯૬૬ ગણેશ મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ થયું છે.

પાંચમા દિવસે ગણેશ ભક્તો દ્વારા મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત કુંડ ખાતે લાવવામાં આવી હતી. મહાનગરપાલિકાની વ્યવસ્થાપન ટીમ દ્વારા વિસર્જન પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવી હતી. તા. ૧૮ સપ્ટેમ્બરના પાંચમા દિવસે ખંભાળિયા બાયપાસ ખાતેના વિસર્જન કુંડમાં સૌથી વધુ ૧,૨૩૬ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ સાથે આ કુંડમાં પાંચ દિવસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૧,૬૦૬ ગણેશ મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ થયું છે.

સરદાર રિવેરા નજીકના વિસર્જન કુંડમાં પણ પાંચમા દિવસે મોટી સંખ્યામાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અહીં એક જ દિવસે કુલ ૨૭૨ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ સાથે પાંચ દિવસમાં આ કુંડમાં કુલ ૩૬૦ ગણેશ મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ થયું છે.ગણેશ વિસર્જનના પ્રથમ પાંચ દિવસના આંકડા પર નજર કરીએ તો, બંને કુંડમાં મળીને અત્યાર સુધીમાં કુલ ૧,૯૬૬ ગણેશ મૂર્તિઓની વિદાય થઈ છે. જેમાં ખંભાળિયા બાયપાસ કુંડમાં ૧,૬૦૬ અને સરદાર રિવેરા કુંડમાં ૩૬૦ મૂર્તિઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને પાંચમા દિવસે બંને કુંડમાં થયેલા ૧,૫૦૮ મૂર્તિઓના વિસર્જન સાથે પાંચ દિવસનો કુલ આંકડો ૨,૦૦૦ની નજીક પહોંચ્યો છે. ગણેશ ભક્તો દ્વારા મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત વિસર્જન કુંડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે .અને પર્યાવરણની જાળવણી સાથે ગણેશજીની વિદાયની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News