BREAKING NEWS

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં છ સભ્યોના ૨૫ પ્રશ્નો રજૂ

  • September 17, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભા તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાનાર છે ત્યારે સભામાં રજૂ થનારા પ્રશ્નોને લઈને વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લ ા પંચાયત પ્રમુખ સંજય પોલાભાઈ પીપળિયાએ તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નાયબ જિલ્લ ા વિકાસ અધિકારીને પત્ર પાઠવી સભ્યો દ્રારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું છે.
પ્રમુખ દ્રારા પાઠવાયેલા પત્રમાં જણાવ્યા મુજબ, આગામી ખાસ સામાન્ય સભા માટે સભ્યો તરફથી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રશ્નો સાથેના પત્ર મુજબ કુલ છ સભ્યોએ પ્રશ્નો રજૂ કર્યા છે, જે અંગે નિયમોનુસાર જરી કાર્યવાહી કરવાની રહેશે. પત્રમાં દર્શાવાયેલી વિગતો મુજબ, નરશી સોજિત્રાએ પ્રશ્ન ક્રમાંક ૧થી ૪, અલ્પાબેન તોગડિયાએ પ્રશ્ન ક્રમાંક ૫થી ૮, સુમિતાબેન ચાવડાએ પ્રશ્ન ક્રમાંક ૯થી ૧૨, જસ્મીન પીપળિયાએ પ્રશ્ન ક્રમાંક ૧૩થી ૧૬, આરતીબેન જેતાણીએ પ્રશ્ન ક્રમાંક ૧૭થી ૨૪ તથા અણાબેન ભાષાએ પ્રશ્ન ક્રમાંક ૨૫ રજૂ કર્યેા છે. આમ, છ સભ્યો દ્રારા કુલ ૨૫ પ્રશ્નો સામાન્ય સભા માટે રજૂ કરવામાં આવ્યા છે. જિલ્લ ા પંચાયત પ્રમુખે આ પ્રશ્નોને સભાની કાર્યવાહી માટે ધ્યાને લઈ નિયમોનુસાર પ્રક્રિયા હાથ ધરવા નાયબ જિલ્લ ા વિકાસ અધિકારીને જણાવ્યું છે. પ્રશ્નોના વિષયવાર જવાબો, સંબંધિત વિભાગોની વિગતો તથા જરી વહીવટી માહિતીના આધારે આગામી સામાન્ય સભામાં ચર્ચા થવાની સંભાવના છે. જિલ્લ ા પંચાયતની સામાન્ય સભામાં સભ્યો દ્રારા રજૂ થતા પ્રશ્નો મારફતે વિવિધ વહીવટી અને વિકાસલક્ષી મુદ્દાઓ ચર્ચામાં આવતા હોય છે.આગામી બેઠકમાં રજૂ થનારા આ ૨૫ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગો દ્રારા શું વિગતો રજૂ કરવામાં આવે છે અને સભામાં કયા મુદ્દાઓ પર ચર્ચા થાય છે, તેના પર હવે સૌની નજર રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application