BREAKING NEWS

જામનગરના બિસ્માર રસ્તાઓ રિપેર કરવા માંગ, જાગૃત નાગરિક દ્વારા મેયરને પાઠવ્યો પત્ર

  • September 17, 2026 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બિસ્માર રસ્તાઓ રિપેર કરવા માંગ, જાગૃત નાગરિક દ્વારા મેયરને પાઠવ્યો પત્ર


જામનગર શહેરના રોડ રસ્તાઓ મગરની પીઠ સમાન બની ગયા છે અને ઠેર ઠેર ખાડાઓને કારણે નગરજનો અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે આ બાબતે જામનગરના જાગૃત નાગરિક ચેતનકુમાર ભાંભી દ્વારા મેયરને પત્ર પાઠવીને ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે. 

વિસ્તૃત પત્રમાં જણાવ્યું છે કે જામનગર શહેરના રસ્તાઓ બિસ્માર બની ગયા છે, રસ્તાઓ ઉપર કોન્ટ્રાકટર દ્વારા નબળુ કામ કરવાની લોકોમાં ફરિયાદ ઉઠવા પામી છે ખાસ કરીને ખંભાળીયા ગેઇટ, શિવહરી ટાવર, તળાવની પાળ અને પવનચક્કી સર્કલથી લઇને દિ. પ્લોટ સુધીના ભરચક્ક વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. 
​​​​​​​

સાથોસાથ શહેરના અનેક રસ્તાઓની હાલત આવી જ જોવા મળી રહી છે. સ્કુલે જતા બાળકો, નોકરી ધંધાર્થે જતા નાગરિકો ખરાબ રસ્તાના કારણે સમયસર પહોંચી શકતા નથી અને નાના મોટા અકસ્માતો થાય છે. આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News