BREAKING NEWS

સલાયા ગામના ૩૦૦ વહાણવટીઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ મોકલી જન્મદિવસની પાઠવી શુભેચ્છા

  • September 17, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા ગામના ૩૦૦ વહાણવટીઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ મોકલી જન્મદિવસની પાઠવી  શુભેચ્છા

​​​​​​​
દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ તબરેજ સંઘાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.  દ્વારકા જિલ્લાના સલાયા ગામના ૩૦૦ વહાણવટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ મોકલી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
આ વહાણવટીઓએ વડાપ્રધાનના સ્વચ્છતા સંદેશને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસને આવકાર્યો હતો. આ પહેલ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ માર્ગદર્શન હેઠળ દ્વારકા જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ તબરેજ સંઘાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલનો હેતુ સ્થાનિક સ્તરે સામાજિક સંપર્ક વધારવાનો અને વિવિધ સમુદાયો વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News