ચાર વાહનચાલકોની પણ ટ્રાફિક નિયમના ભંગ બદલ થઇ ધરપકડ
પોરબંદર જિલ્લામાં ચારવાહનચાલકોની પણ ટ્રાફિકના નિયમ ભંગ બદલ ધરપકડ કરવામાં આવી છે જેમાં છાયાની સદામ સોસાયટીમાં રહેતા સેજાદ ઉર્ફે સેજલો યુસુફ મીરા નશાની હાલતમાં પ્યાગો રીક્ષા ચલાવતા નીકળ્યો ત્યારે ધરપકડ થઇ હતી. ખાગેશ્રીના જુનાવાસમાં રહેતા પ્રકાશ કનુ ચાવડાને નશાની હાલતમાં બાઇક ચલાવતા કુતિયાણાના દેવંગી સર્કલ પાસેથી પકડી લીધો હતો. લાલપુરના ઝાખર ગામે જુની સોસાયટીમાં રહેતા રાજદીપ રણછોડ કચરેજાને ફૂલ સ્પીડે ટ્રક ચલાવતા બગવદરના ચાર રસ્તેથી પકડી લેવાયો હતો. પાતા ગામના રબારીકેડામાં રહેતા હરદાસ સાજન સીંધલને રોંગ સાઇડમાં બોલેરો ચલાવતા માધવપુરના ચોપાટી વિસ્તારમાંથી પકડી લેવાયો હતો.
પોરબંદરમાં તાજેતરમાં આવેલા રેન્જ આઇ.જી.એ. લોકદરબાર યોજ્યો ત્યારે સુતારવાડાના વેપારી અગ્રણી શહેરના વેપારી વિસ્તારોમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અંગે રજુઆત કરી હતી. તેના અવળા પ્રત્યાઘાત પડયા હોય તેમ પોલીસે કેદારેશ્ર્વર રોડ, માણેકચોક અને સુદામાચોકની આજુબાજુના વિસ્તારમાં રેકડી અને પાથરણા રાખનારા ધંધાર્થીઓથી માંડીને દુકાનદારો સામે પણ ગુન્હા નોંધી દીધા છે કુલ ૨૯ વેપારીઓ અને નાના ધંધાર્થીઓ સામે ગુન્હા નોંધીને તેઓની ધરપકડ કરી હોવાથી વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ મુદ્ે જો પોલીસ ખોટી રીતે હેરાન કરવાની વૃત્તિ દાખવશે તો વેપારી વિસ્તારો બંધ રાખવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
વેપારી અગ્રણી દ્વારા રેન્જ આઇ.જી.ને થઇ હતી રજૂઆત
પોરબંદરના વેપારી આગેવાન અને ડિસ્ટ્રીકટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ અનિલભાઇ કારીયાએ પોરબંદર આવેલા રેન્જ આઇ.જી. નિલેષ જાંજડીયાના લોકદરબારમાં એવી રજૂઆત કરી હતી કે શહેરના અનેક વિસ્તારોમાં લોકો સ્કૂટર લઇને પણ નીકળી શકે નહી તે રીતે રેકડીઓ આડેધડ ખડકી દેવામાં આવી છે તો અમુક વેપારીઓએ પણ દુકાનની બહાર લોખંડના સળીયા અને ઓટલા બનાવીને દબાણ કર્યા છે જેથી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. પાથરણાવાળા પણ રસ્તા વચ્ચે પથારા કરીને બેસી જતા હોવાથી ટ્રાફિકનું નિયમન વ્યવસ્થિત રીતે થાય તેવી માંગ કરી હતી.
પોલીસે ‘હળવા’ ને બદલે ‘અવળા’ હાથે કામ લીધુ !
રેન્જ આઇ.જી. સુધી ફરિયાદ થઇ હોવાથી સ્વાભાવિક રીતે જ ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજાએ કીર્તિમંદિર પોલીસ સહિત ટ્રાફિકશાખાને ટ્રાફિક નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યુ હતુ પરંતુ આવી પરિસ્થિતિમાં પોલીસે ‘હળવા’ હાથે કામ લઇને ‘વચગાળા’નો રસ્તો કાઢી ધંધાર્થીઓને ટ્રાફિકને અડચણપ રેકડીઓ નહી રાખવા સમજાવવા જોઇએ તેના બદલે ‘અવળા’ હાથે કામ લઇને ગઇકાલે માત્ર ત્રણ કલાકમાં અધધ.. ૨૯ વેપારીઓ સામે ગુન્હા નોંધીને તેઓની ધરપકડ કરી હતી.જેમાં પોલીસચોપડેથી પ્રાપ્ત વિગત પ્રમાણે જ્યુબેલી હાથી કેમિકલ પાસે રહેતા હસમુખ બાબુ ચુડાસમાએ માણેકચોક રોડ પર ફ્રૂટની લારી રાખી હતી. પોરબંદરની પી.જી.વી.સી.એલ.ઓફિસ સામે રહેતા ચિરાગ પ્રફુલ્લ કોટેચાએ માણેકચોક રોડ પર તેની જલારામ વાસણ ભંડાર નામની દુકાન બહાર રોડ પર પોતાનો સામાન ભયજનક રીતે રાખ્યો હતો. પેરેડાઇઝ સિનેમા પાસે રહેતા મોહિત જીતેન્દ્ર જેઠવાણીએ માણેકચોક પર આવેલ ટીપટોપ નામની દુકાનની સામે પોતાનો માલસામાન ટ્રાફિકને અડચણપ રાખ્યો હતો. મેમણવાડાના સફીદ ઇકબાલ જંગી, ખારવાવાડના ઇરફાન ઇકબાલ રાવડા, રાકિબ રફીદ રુંજા, સુતારવાડાના સરફરાઝ દાદાભાઇ દીનાણી, હનુમાનગુફા પોલીસચોકી સામે રહેતા પંકજ કિરીટભાઇ ભારથી એ તેમની બુટ-ચપ્પલની લારીઓ ટ્રાફિકને અડચણપ પાર્ક કરતા પોલીસે ધરપકડ કરી હતી. બોખીરાની હોમ સાઇના સોસાયટીમાં રહેતા ચંદુલાલ વલ્લભદાસ સીમરીયાએ બાલા હનુમાન મંદિર પાસે ટ્રાફિકને અડચણપ કટલેરીની રેકડી રાખી હતી. રાવલીયાપ્લોટ શેરી નં. ૨માં રહેતા રાજેશ લાલજી શેરાજીએ લાલા મેડીકલ નામની દુકાન બહાર ભયજનક રીતે પોતાનો સામાન રાખ્યો હતો. મેમણવાડાની ખ્વાજા ગરીબનવાઝ કોલોનીમાં રહેતા અનવર અમાન ધાણીવાલાએ બાલા હનુમાન મંદિર પાસે પોતાની સાલીમા નામની દુકાન બહાર માલસામાન રાખ્યો હતો. કેદારેશ્ર્વર મંદિર પાસે રહેતા મુકેશ મુળજી કાનાણીએ બાલા હનુમાન મંદિર પાસે આઇસક્રીમની લારી ભયજનક રીતે રાખ
ચેમ્બર દ્વારા કેબિનેટમંત્રીને રજૂઆત થતા સાંજ સુધીમાં નીકળશે રસ્તો
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારીયાએ પોલીસ દ્વારા થઇ રહેલા વેપારીઓ પરના કાયદાકીય અતિરેકની પૂરતી માહિતી કેબીનેટમંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાને આપીને જણાવ્યુ હતુ કે વર્ષોથી વેપારીઓ તેની દુકાનની બહાર વસ્તુઓ લટકાવતા હોય છે તે ટાંગડાને દૂર કરવાની અને વેપારીઓને ખોટી રીતે હેરાન કરવાની વૃત્તિ દાખવવામાં આવી રહી છેઅને ૨૯ જેટલા વેપારીઓ સામે ગુન્હા નોંધી ફીટ કરી દેવામાં આવ્યા છે તેથી લોકદરબારમાં થયેલી રજૂઆત બાદ આવી પરિસ્થિતિનું નિર્માણ થયાની વાત જણાવી વેપારીઓને ન્યાય અપાવવા માંગ કરી હતી.કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ ચિંતન શિબિરમાં જતા હોવાથી સાંજ સુધીમાં રસ્તો કાઢી આપવા સુચના આપશે તેમ જણાવ્યુ હતુ.
સુતારવાડાના વેપારી અગ્રણીએ રેન્જ આઇ.જી.ના લોક દરબારમાં વેપારી વિસ્તારોમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અંગે કરેલી રજૂઆતના પડયા અવળા પ્રત્યાઘાત: કેદારેશ્ર્વર રોડ સહિત બંગડીબજાર બંધ રાખવાની પણ ધંધાર્થીઓએ આપી ચેતવણી: દુકાનદારો અને લારી તથા પાથરણા પાથરીને નાનો ધંધો કરતા લોકોને હેરાન કરવાની વૃત્તિ સામે દેખાયો ભારે આક્રોશ