BREAKING NEWS

ભાણવડ: એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક જ દિવસમાં ૩ મહાકાય અજગરનું રેસ્ક્યુ

  • July 23, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ: એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક જ દિવસમાં ૩ મહાકાય અજગરનું રેસ્ક્યુ

બરડાના જંગલમાં મુક્ત કરાયા: ભાણવડ પંથકમાં જીવદયા પ્રેમીઓનું સરાહનીય કાર્ય

ભાણવડ પંથકમાં હાલ ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે વન્યજીવોનું રહેણાંક વિસ્તારો તરફ આવવાનું પ્રમાણ વધી ગયું છે. આવા સમયે જનજીવન અને વન્યજીવો બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરતી એક પ્રશંસનીય ઘટના સામે આવી છે. 

ભાણવડ પંથકના મેવાસા, વિજયપુર અને સઈ દેવળિયા ગામના વાડી વિસ્તારોમાં રહેણાંક મકાનો નજીક વિશાળકાય અજગર આવી ચડતા ગ્રામજનોમાં ભારે અફરાતફરી અને ફાટચાસનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ આ બાબતે તાત્કાલિક જાણીતા જીવદયા પ્રેમી અને વન્યજીવ રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી.

કોલ મળતાની સાથે જ પએનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટથની ટીમ સમય બગાડ્યા વિના તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટની આગેવાની હેઠળ રેસ્ક્યુ ટીમના સભ્યો મેરામણ ભરવાડ, અનિલ પરમાર, પરાગ પીઠિયા, વિશાલ ભરવાડ તથા અક્ષય સૂચક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

આ અનુભવી અને સાહસિક ટીમે ભારે જહેમત બાદ ત્રણેય સ્થળો પરથી અજગરોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા. એક જ દિવસમાં સતત ત્રણ વિશાળ અજગરોનું સફળ રેસ્ક્યુ કરીને ટીમે સરાહનીય પરેસ્ક્યુ હેટ્રિકથ સર્જી્ હતી.

રેસ્ક્યુ કરવામાં આવેલા આ અજગરો વન્યજીવ સંરક્ષણ ધારા અંતર્ગત અનુસૂચિ-૧ માં સમાવિષ્ઠ અતિ મહત્વના અને સંરક્ષિત જીવ છે. આથી, આર.એફ.ઓ. ભેસાણીયા સાહેબના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ તમામ નિયમોનું પાલન કરીને ત્રણેય અજગરોને તેમના કુદરતી આવાસ એવા બરડાના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા.

એક જ દિવસમાં ત્રણ-ત્રણ અજગરોને બચાવીને માનવ અને વન્યજીવ સંઘર્ષ ટાળવા બદલ સ્થાનિક ગ્રામજનોએ એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમ તેમજ વન વિભાગની આ ત્વરિત કામગીરીની મુક્ત મને પ્રશંસા કરી હતી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application