BREAKING NEWS

NCTEની યાદીમાં નામ જ ન હોય તેવી 33 પીટીસી કોલેજો પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત

  • September 19, 2026 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં પીટીસી કોલેજોમાં પ્રવેશ માટે 62 હજાર વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે ત્યારે હવે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 24મીથી લઇને 29મી સુધી વિદ્યાર્થીઓ કોલેજ પસંદગી કરી શકશે. ચાલુ વર્ષે કુલ 209 કોલેજોની 18625 બેઠકને પ્રવેશ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે.તો નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનની યાદીમાં જ ન હોય તેવી 33 પીટીસી કોલેજો પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવી છે.રાજ્યમાં આગામી વર્ષોમાં પ્રાથમિક શાળાઓમાં મોટી સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવાની હોવાથી છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓએ પીટીસી કોલેજમાં પ્રવેશ માટે લાઇનો લગાવી દીધી છે. ચાલુ વર્ષે પણ 62 હજાર જેટલા વિદ્યાર્થીએ પીટીસીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.મહત્ત્વની વાત કે, પીટીસી પ્રવેશ પ્રક્રિયામાં કેટલી કોલેજોને સામેલ કરવી તે અંગે લાંબા સમયથી કોઇ નિર્ણય ન કરાતાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકતી નહોતી. આખરે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષે 209 કોલેજો પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેશે. આ કોલેજોની અંદાજે 18625 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. અને પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકશે આગામી તા.24મીથી 29મી સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓ કોલેજોની પસંદગી આપી શકશે. આગામી દિવસોમાં પ્રવેશ માટે લાયક ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે.આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાનો લોગઇન-પાસવર્ડનો ઉપયોગ કરીને આખરી મેરિટ યાદી જોઇ શકશે. પ્રવાહ, માધ્યમ, કુમાર, કન્યા અને દિવ્યાંગ ઉપરાંત વિવિધ કેટેગરી પ્રમાણે અલગ અલગ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. મહત્ત્વની વાત એ કે, જુલાઇ માસમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ કોલેજોની મંજૂરીના મુદ્દે બેથી અઢી માસ જેટલો વિલંબ થયો હતો.સૂત્રો કહે છે કે, અગાઉ તમામ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યા બાદ કેટલીક કોલેજને મંજૂરી ન હોવાથી કોર્ટ કેસ થયા હતા. આમ, મંજૂરી વગરની કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવે તો ભારે મુશ્કેલી ઊભી થાય તેમ હોવાથી કોલેજોની આખરી મંજૂરી ન આવે ત્યાં સુધી પ્રવેશ પ્રક્રિયા લંબાવવામાં આવી છે.કુલ 242 કોલેજની દરખાસ્ત કરી હતી તેમાંથી 18 કોલેજ અને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન ની માન્યતા નથી મળી 15 કોલેજ નામ માન્યતા યાદીમાં ન હોવાથી ૩૩ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News