જામનગર: ફલ્લા ગામે ડેન્ગ્યુના ચાર શંકાસ્પદ કેસ નોંધાયા
જામનગર: ફલ્લા ગામે ડેન્ગ્યુના ચાર શંકાસ્પદ કેસ નોંધાયા
November 19, 2026 11:51 AM
જામનગર: ફલ્લા ગામે ડેન્ગ્યુના ચાર શંકાસ્પદ કેસ નોંધાયા
તંત્ર દ્વારા સમગ્ર ગામમાં દવાનો છંટકાવ
જામનગર તાલુકાના ફલ્લા ગામે મચ્છરોનો ઉપદ્રવ વધતા ગામમાં તાવ, શરદી, તથા ઉધરસના કેસોમાં વધારો નોંધાયો છે. દર્દીઓએ જામનગરની જી.જી. હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે. હાલ તંત્ર દ્વારા ગામમાં દવાનો છંટકાવ કરી ડેન્ગ્યુ જેવા ભયાનક રોગચાળાને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફલ્લા ગામે છેલ્લા દસેક દિવસમાં ડેન્ગ્યુના ચાર શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, ફલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા ગ્રામ્ય પંચાયતના સરપંચ સહિતના કર્મચારીઓ હરકતમાં આવ્યા છે. ગામમાં અને ખાસ કરીને જે વિસ્તારમાં ડેન્ગ્યુના ચાર શંકાસ્પદ કેસ આવ્યા છે તેના ઘરે જઇ દવાનો છંટકાવ તથા દવા વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી છે, સરકાર તથા પ્રજા બન્ને સાથે મળીને સતર્કતા દેખાડીને રોગ સામે પ્રતિકાર કરવાની સરપંચે ગામ લોકોને અપીલ કરી છે. વધુમાં આજે ફલ્લા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ગ્રામ પંચાયતનો સાથ અને સહકારથી ફોગીંગ (મશીન દ્વારા મચ્છર મારવાનો) દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેના કારણે ફલ્લા ગામમાં ડેન્ગ્યુ જેવા ભયાનક રોગને અટકાવી શકાય. હાલ ગામમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વધુમાં વધુ પગલા લઇ ડેન્ગ્યુ સહિત અન્ય રોગચાળાને અટકાવવા લોકો દ્વારા માંગ કરાઇ છે.