રાજકોટ તાલુકાના પાડાસણ ગામેં રહેતા અને ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો ચાર વર્ષનો બાળક રમતા રમતા કોઈ વસ્તુ ખાઈ જતા ગળામાં ફસાઈ ગઈ હતી. આથી શ્વાસ રૂંધાઇ જવાથી તેનું મોત નીપજ્યું હતું. બનાવને લઈને પરિવારમાં કલ્પાત સર્જાયો છે. બાળકને ગળામાં બ્લેક ડાઘ થઇ જતા પોલીસે મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ પાડાસણ ગામે અશોકભાઇ શામજીભાઇ પટેલની વાડીમાં રહેતાં અને મુળ મધ્યપ્રદેશના વતની રાજેશ પુશલીયાભાઇ દેહડીયાનો ચાર વર્ષનો પુત્ર કાર્તિક ગઇકાલે બપોર બાદ વાડીમાં ફઇના દિકરા શુભમ સાથે રમતો હતો. ત્યારે કાર્તિકના ગળામાં કાંઈ ફસાઈ જતા ફઇના દીકરા શુભમે તેના પિતાને જાણ કરી હતી. પરિવારજનો દોડી આવ્યા હતા અને કાર્તિક કંઈક વસ્તુ ખાઈ ગયો હોવાનું લાગતા તે બહાર કાઢવા માટે ગળા પર હાથથી જોર કર્યુ હતું. આ દરમિયાન બાળક બેભાન જેવો થઇ જતાં સારવાર માટે ખસેડયો હતો. પરંતુ તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બાળકના ગળામાં કાળો ડાઘ થયો હોવાનું પોલીસે જોતા મૃત્યુ ક્યાં કારણોસર થયું છે જાણવા ફોરેન્સિક પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application