શહેરના એરપોર્ટ રોડ પર શ્રેયસ સોસાયટીમાં રહેણાંક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી દારૂની 48 બોટલ સાથે પેડક રોડ પર રહેતા બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ ચાવડા, કોન્સ્ટેબલ જીલુભાઈ ગરચર પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એરપોર્ટ રોડ રેલવે ફાટક પાસે પહોંચતા તેમને બાતમી મળેલ હતી કે, ચંદુ ઉર્ફે સંજય લક્ષ્મણ ટોપીયા (રહે. હાલ એરપોર્ટ રોડ શ્રેયસ સોસાયટી શેરી નંબર-6 સ્થિત 'નચિકેત' મકાન) પોતાના ઘરે ફળિયામાં હીચકા પાસે ગેરકાયદે રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ રાખી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડતા મકાનમાંથી ચંદુ ઉર્ફે સંજય લક્ષ્મણ ટોપીયા (ઉ.વ.52 રહે. પેડક રોડ બોમ્બે સુપર હાઇટ્સ-1, સેટેલાઈટ ચોક) મળી આવતા તેને સાથે રાખી મકાનની ઝડતી કરતા હીચકા પાસે પીળા કલરની પ્લાસ્ટિકની કોથળીમાંથી વોડકાની 180 એમ.એલ. ની 48 બોટલ જેની કિંમત રૂ. 4800 મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે બુટલેગર ચંદુ ઉર્ફે સંજય લક્ષ્મણ ટોપીયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ
June 16, 2025 05:27 PMજીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા
June 16, 2025 05:20 PMજામનગરમાં એક માત્ર એમ્યુઝમેન્ટ પાર્કમાં ફુવારાના પાણીમાં પારાવાર ગંદકી...
June 16, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech