દિવાળીના તહેવાર પૂર્વે શહેર પોલીસ બેડામાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રમોશનરૂપી ભેટ આપવામાં આવી છે. શહેર પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશન બ્રાંચમાં ફરજ બજાવતા 26 હેડ કોન્સ્ટેબલને એએસઆઈના પ્રમોશન આપવામાં આવ્યા છે આ ઉપરાંત ૩૦ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. દિવાળીના તહેવાર પૂર્વે જ પોલીસબેડામાં બઢતીના ઓર્ડર નીકળતા પ્રમોશનનો લાભ મેળવનાર પોલીસ કર્મીઓ માટે ઉજવણીનો ઉત્સાહ બેવડાય ગયો છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા દિવાળીના તહેવાર પહેલા જ શહેર પોલીસ બેડમાં ફરજ બજાવતા ૫૬ પોલીસ કર્મચારીઓને બઢતીરૂપે ભેટ આપવામાં આવી છે. જેમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મીઓને આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં તાલુકા પોલીસ સ્ટેશનના કૌશેન્દ્રસિંહ ઝાલા, માલવિયાનગરના મહેશભાઈ રૂદાતલા, ટ્રાફિમ શાખાના હેમંતકુમાર તલાવિયા અને કમલેશભાઈ મકવાણા, યુની. અટેચ 112 ના દીપકભાઈ જાદવ, આજીડેમના અજયભાઇ વિકમા, પ્ર.નગર પોલીસ મથકના નિલેશકુમાર કુગશિયા, ખાસ શાખાના પૂનમબેન સુળીયા, મહિલા પોલીસ મથકના ગીતાબેન પરમાર, પ્ર.નગર પોલીસના હેતલબેન રામાણી, યુની. પોલીસના કિરણબેન પરમાર, પ્ર.નગર પોલીસના સુમિતાબેન ડાંગર અને પૂર્વીબેન પાટડીયા, ગાંધીગ્રામ એટેચ એસીપી પશ્ચિમ વિભાગના શબાનાબેન બેલીમ, એસીપી દક્ષિણના જયદીપસિંહ ચુડાસમા, એ ડિવિઝન પોલીસના પરાક્રમસિંહ ગંભીરસિંહ ઝાલા, ડીસીપી ઝોન-1 કચેરીના ભરતભાઈ વાઘેલા.
ઉપરાંત એ ડિવિઝનના લલિતભાઈ વાઘેલા, એએચટીયુ શાખાના જીજ્ઞેશભાઈ મારૂ, યુની. અટેચ ખાસ શાખાના વિજયકુમાર ટુંડીયા, થોરાળા પોલીસ મથકના હિતેષભાઇ કોઠીવાળ, ભક્તિનગર પોલીસના મહંમદ તાલિબભાઈ ચાનિયા, માલવિયાનગરના અરુણભાઈ ચાવડા, પ્ર. નગરના પ્રીતિબા ગોહિલ, ડીસીબી પોલીસ મથકના ગિરિરાજસિંહ જાડેજા અને એરપોર્ટ પોલીસના પ્રવિણસિંહ ઝાલાને એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. જયારે અનાર્મડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 30 કર્મીઓને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.