સ્યુસાઇડ સીટી રાજકોટમાં વધુ બે બનાવ આત્મહત્યાના નોંધાયા છે, કુવાડવામાં રહેતો યુવક કેન્સર સામેની જંગ હારી જતા આપઘાત કરી લીધો હતો જયારે અટિકા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી વૃધ્ધાએ જિંદગી ટૂંકાવી લીધાના બનાવ સામે આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા ગામે રહેતા જગદિશ રઘુભાઈ દુધરેજીયા (ઉ.વ.૨૫)ના યુવકે ગઈકાલે વહેલી સવારે ઘરે ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા પી લેતા સારવાર માટે ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન દમ તોડી દેતા પરિવારમા કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા કુવાડવા પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ એન.એમ. સિરોળીયા સહિતના હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતકને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. યુવક એક વર્ષથી કેન્સરની બીમારી હતી. તેની સારવાર પણ ચાલુ હતી. બીમારીથી કંટાળી પગલું ભરી લીધું હતું. પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બીજા બનાવમાં ગઈકાલે બપોરે અઢી વાગ્યાં આસપાસ શહેરની અટિકા ફાટક પાસે પેનલ 12 અને 13 ની વચ્ચે અજાણ્યા વૃદ્ધાએ જનતા એક્સપ્રેસ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. કોઈ જાગૃત નાગરિકે 108માં જાણ કરતા 108 મારફતે વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે વૃદ્ધાને મૃત જાહેર કર્યા હતા. માલવીયાનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ પરમાર સ્ટાફ સાથે દોડી ગયા હતા. મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પોલીસે વૃદ્ધાની ઓળખ કરવા અને વાલી વારસની શોધખોળ કરવા વધુ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application