BREAKING NEWS

જામ્યુકોની મિલ્કતવેરા શાખાના ૬ કર્મચારીને નોકરીમાંથી પાણીચું

  • November 07, 2026 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોની મિલ્કતવેરા શાખાના ૬ કર્મચારીને નોકરીમાંથી પાણીચું

પાંચ આઉટસોર્સ અને એક કરાર આધારિત કર્મીનો સમાવેશ

બાકી વેરો કોમ્પ્યુટરમાંથી ડીલીટના કૌંભાડમાં કાર્યવાહી 

જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખાના અમુક કર્મચારીઓ દ્વારા કોમ્પ્યુટર સિસ્ટમમાંથી બાકી વેરાદારના નામની એન્ટ્રી ડિલીટ કરી દેવામાં આવી હતી. આ પ્રકરણમાં આઉટસોર્સના પાંચ, કરાર આધારિત એક કર્મચારીને છુટા કરી દેવાયા છે જ્યારે એક સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. 

જામનગર મહાનગર પાલિકાની મિલકતવેરા શાખાના કોમ્પ્યુટરમાંથી અમુક બાકી વેરાની વસુલાત થાય તે પહેલા જ કોમ્યુટરમાંથી તેમના નામની એન્ટ્રી ડિલીટ કરી દેવામાં આવી હતી અને આસામીને ફાયદો અપાવી દેવાનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. આ બાબતની ટેકસ શાખાના ઉચ્ચ અધિકારીને થતાં તેમણે સમગ્ર કૌભાંડ પકડી પાડી કમિશનરના ધ્યાને મુક્યું હતું. આ માટે આ પ્રકરણમાં પગલા લેવાયા છે. અને પાંચ આઉટસોર્સ અને એક કરાર આધારિત કર્મચારીનો નોકરીમાંથી છુટા કરી દેવાયા છે. જ્યારે એક કર્મચારી સામે ખાતાકીય તપાસનો આદેશ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application