BREAKING NEWS

બાવળા-અમદાવાદ રોડ પર ચોકલેટ પ્લાન્ટમાં ભીષણ આગ, એકનું મોત

  • November 07, 2026 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમદાવાદ-બાવળા હાઇવે પર આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં મોડી રાત્રે એક કાળજું કંપાવી દેતી અગ્નિકાંડની ઘટના સામે આવી છે. અહીં આવેલી અને જાણીતી બ્રાન્ડની ચોકલેટનું ઉત્પાદન કરતી લિમેક કંપ્નીની ફેક્ટરીના ત્રીજા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્રીજા માળે ચોકલેટ મેકિંગ યુનિટની સાથે પેકિંગ માટે મોટા પ્રમાણમાં કાર્ડબોર્ડ અને જ્વલનશીલ પેકિંગ મટિરિયલનો જથ્થો હોવાથી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.



કાળા ડિબાંગ ધુમાડા અને ઊંચી જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઇટરો દ્વારા 2 કલાક સુધી 1 લાખ લિટર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધા બાદ અંદરથી એક કમનસીબ યુવકનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઈ છે.



મોડી રાત્રે લાગેલી આગની ભયાનકતા જોતાં સાણંદ, બાવળા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રહલાદનગર ફાયર સ્ટેશનની 4 ફાયર ફાઇટર સહિતની ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફેક્ટરીના ત્રીજા માળે આગ ચારેતરફ ફેલાઈ ગઈ હોવાથી ફાયર જવાનોએ હાઇડ્રોલિક ક્રેન અને હોઝ પાઇપ્ની મદદથી સતત બે કલાક સુધી અંદાજે એક લાખ લિટર પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી.



આગ પર કાબૂ મેળવ્યા બાદ જ્યારે ફાયર ટીમ કૂલિંગ અને સર્ચ ઓપરેશન માટે ત્રીજા માળે પ્રવેશી, ત્યારે ત્યાંથી એક યુવકનો ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક મધ્યપ્રદેશનો વતની હોવાનું અને ફેક્ટરીમાં મજૂરીકામ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી તેની સત્તાવાર ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજા માળે રહેલો મોંઘો ચોકલેટ બાવવાનો પ્લાન્ટ, મશીનરી, રો-મટિરિયલ અને તૈયાર માલ બળીને ખાખ થઈ જતાં કંપ્નીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.


ફેક્ટરી પરિસરમાં મોડી રાત્રે ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રીજા માળે ઇમરજન્સી એક્ઝિટ હતી કે કેમ, સ્પ્રિંકલર સિસ્ટમ કાર્યરત હતી કે નહીં અને કંપ્ની પાસે ફાયર એનઓસી હતી કે કેમ તે અંગે સ્થાનિક પોલીસ, એફએસએલ () અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application