BREAKING NEWS

પાકિસ્તાનમાં મદરેસા બનાવવા સવાસો વર્ષ જૂનું મંદિર તોડી પડાયું

  • September 01, 2026 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબ પાકિસ્તાનમાં મદરેસા બનાવવા વધુ એક વાર એક હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લામાં એક ઐતિહાસિક હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું.આ મંદિર એક સદી કરતાં વધુ જૂનું હતું. અધિકારીઓ અને લઘુમતી સંગઠનોનો દાવો છે કે મંદિરને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું જેથી તેની જમીનનો ઉપયોગ મદરેસા માટે થઈ શકે.લોકોએ ઐતિહાસિક હિન્દુ મંદિર તોડી પાડવા અંગે આક્રોશ વ્યકત કર્યેા છે. લઘુમતી સંગઠનો અને એક રાજકીય પક્ષનો આરોપ છે કે ધાર્મિક ઉગ્રવાદીઓના એક જૂથે નજીકના મદરેસા માટે તેની જમીનનો ઉપયોગ કરવા માટે મંદિર તોડી પાડુ.ં સરકારે દાવો કર્યેા હતો કે મુશળધાર વરસાદને કારણે જૂનું મંદિર તૂટી પડું હતું. માહિતી અનુસાર, આશરે ૧,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ મંદિર ૧૦૦–૧૨૫ વર્ષ જૂનું હોવાનો અંદાજ છે. તે લાહોરથી લગભગ ૧૩૦ કિલોમીટર દૂર નારોવાલના સિરાજ ગામમાં આવેલું હતું. મંદિર ૨૧ ઓગસ્ટના રોજ તોડી પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. મંદિરને તોડી પાડનારાઓ પ્રતિબંધિત દૂર–જમણેરી ઇસ્લામિક પક્ષ તહેરિક–એ–લબ્બૈક પાકિસ્તાનના હતા. પાકિસ્તાન મસીહા મિલ્લત પાર્ટીએ માંગ કરી છે કે પંજાબ સરકાર મંદિર તોડી પાડવામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરે અને તેનું પુનર્નિર્માણ સુનિશ્ચિત કરે.પાકિસ્તાન મસીહા મિલ્લત પાર્ટીના પ્રમુખ અસલમ પરવેઝ સહોત્રાએ જણાવ્યું હતું કે ૨૮ ઓગસ્ટના રોજ, તેઓ પંજાબના અધિક ગૃહ સચિવને મળ્યા હતા અને મંદિરનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેવાના આરોપમાં કથિત ગુનેગારો અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરતી લેખિત અરજી સુપરત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે મંદિરના શિખરમાંથી ધાતુ, અન્ય સામગ્રી અને કાટમાળમાંથી ઈંટો પણ પાછળથી દૂર કરવામાં આવી હતી.તેમણે સમજાવ્યું કે મંદિરની બાજુમાં આવેલી જમીન અગાઉ ઇવેકયુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ દ્રારા એક મદરેસાને ભાડે આપવામાં આવી હતી, અને પાછળથી ઘણા વર્ષેા સુધી ભાડું ન ચૂકવવા અને પરિસરનો તેના હેતુ માટે ઉપયોગ ન કરવા બદલ લીઝ રદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ત્યારબાદ ઘણા લોકોએ મિલકતના કેટલાક ભાગો પર ગેરકાયદેસર રીતે કબજો કર્યેા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application