BREAKING NEWS

રાજકોટથી ગાંધીનગર જવા રોજ બપોરે 2:30 વાગ્યે વોલ્વો બસ મળશે: ટિકિટ રૂ.685

  • October 05, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટથી ગાંધીનગર જવા માટે હવે દરરોજ બપોરે ૨:૩૦ કલાકે એસટીની વોલ્વો બસ મળશે જેમાં ટિકિટ દર રૂ.૬૮૫ રહેશે. હાલ સુધી રાજકોટથી ગાંધીનગર જવા માટે સવારે અને સાંજે તેમ બે બસ ઉપલબ્ધ હતી.હવે બપોરે ત્રીજી બસની સેવા શરૂ કરી ફ્રિકવન્સી વધારાઇ છે.

રાજકોટ એસટી બસ પોર્ટના વોલ્વો ડેપો મેનેજર ઠુમ્મરના જણાવ્યા મુજબ દરરોજ બપોરે ૨:૩૦ કલાકે રાજકોટથી ગાંધીનગર જવા માટે વોલ્વો બસ મળશે જેમાં ટિકિટ દર રૂ.૬૮૫ રહેશે.આ ઉપરાંત વોલ્વો બસ સેવા શરૂ કરાઇ જેમાં રાજકોટ-કૃષ્ણનગર માટે બપોરે ૪:૦૦ કલાકે વોલ્વો મળશે જેમાં ટિકિટ દર રૂ.૬૪૦ રહેશે.

જ્યારે રાજકોટથી રાજુલા માટે દરરોજ બપોરે ૧૨:૦૦ કલાકે લકઝરી એસી બસ મળશે, જેનું ટિકિટ ભાડું રૂ.૩૬૧ રહેશે.


રાજકોટ-નાથદ્વારા વાયા ઉદયપુર વોલ્વો બસસેવા મુસાફરોના અભાવે બંધ કરાઇ

રાજકોટ-નાથદ્વારા વાયા ઉદયપુર વોલ્વો બસ સેવા ટ્રાફિક નહીં મળવાને કારણે બંધ કરાઇ હોવાનું અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ રૂટમાં સ્લીપર કોચ મૂકવા મુસાફરોની ડિમાન્ડ હતી તેના બદલે વોલ્વો મૂકતા ટ્રાફિક મળતો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application