BREAKING NEWS

માતાએ એક વર્ષની પુત્રી સાથે કુવામાં ઝંપલાવ્યું, બંનેના મૃતદેહો બહાર કઢાયા, જસદણના ગોડલાધારની ઘટના

  • November 23, 2026 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોડલાધાર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભારતીબેન સાગરભાઈ ડાભી અને તેમની એક વર્ષની બાળકી જીનલના મૃતદેહ પોતાની વાડીના કુવામાંથી મળી આવતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


પ્રાથમિક માહિતી મુજબ ભારતીબેનના લગ્નજીવનને આશરે ત્રણ વર્ષ થયાં હતાં. છેલ્લા એક વર્ષથી ઘરકંકાસના કારણે તેઓ રીસામણે રહેતાં હોવાનું જાણવા મળ્યું છે. સંતાનમાં તેમને એક વર્ષની બાળકી હતી. ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સાથે જ જસદણ ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બંને મૃતદેહોને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.


આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. એક જ પરિવારના માતા અને માસૂમ બાળકીના મોતના સમાચારથી ગોડલાધાર ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાથમિક ચર્ચા મુજબ ઘરકંકાસની બાબત સામે આવી રહી છે, જોકે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલ પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application