રાજકોટ-અમદાવાદ હાઇવે પર આપા ગીગાના ઓટલા આશ્રમ પાસે કાર મૂકી સામેની સાઈડ આવેલી હોટેલે ચા-પાણી પીવા જઈ રહેલા પરિવારના 10 વર્ષના બાળકને રોડ ક્રોસ કરતી વખતે પુરપાર ઝડપે આવતી કારે અડફેટે લેતા બાળકનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. આણંદના બોરસદમાં રહેતો પરિવારે જૂનાગઢ પરિક્રમા કરી પરત જતી વખતે ચા પાણી પીવા માટે હોલ્ટ કર્યો હતો દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે બનાવ બન્યો હતો. માતા-પિતા સહીત પરિવારની સામે જ માસુમ પુત્રનું મોત નિપજતા દરજી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ બોરસદના અલારસર ગામે રહેતા દેવલભાઈ ચાવડા (દરજી) પત્ની, બે બાળકો, માતા-પિતા સહિતના સાથે જૂનાગઢ ગિરનારની પરિક્રમામાં ગયા હતા. ત્યાંથી સાંજે પરત ફરતી વખતે રાજકોટ-અમદાવાદ હાઇવે પર આપા ગીગાના ઓટલાની જગ્યા પાસે કાર પાર્ક કરીને સામેના રોડ પર આવેલી હોટેલએ ચા પાણી પીવા જતા હતા દરમિયાન પરિવારના અન્ય સભ્યો રોડ ક્રોસ કર્યા બાદ બીજા સભ્યો બાળક સાથે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી કારે જય (ઉ.વ.10)ને ઠોકરે લેતા બાળક દૂર સુધી પટકાયું હતું. ગંભીર ઇજા થતા તાકીદે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાતા ત્યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ આંખ મીંચી લેતા પરિવારમા ઘેરો કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક જય ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને એક ભાઇમાં નાનો હતો. પિતા ડેવલભાઈ દરજી કામ કરે છે, અકસ્માત સર્જી નાશી છૂટેલા કાર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application