રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થતાં હવે આવક જાવકના પલડા સરભર કરવા માટે જમીનો વેંચવા મુકી છે.રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ અને રેસિડેન્સિયલ એમ કુલ છ પ્લોટની ઇ-ઓકશન જાહેર કરાઇ છે. આ હરાજી માટે બિડરનું રજીસ્ટ્રેશન અને ઇએમડી તેમજ ટેન્ડર ફી ભરવાની મુદત તા.૨૩ નવેમ્બરથી તા.૧૪ ડિસેમ્બર સુધી સાંજે ચાર વાગ્યા સુધીની રાખવામાં આવી છે. દરેક બિડ માટે ટેન્ડર ફી રૂ.૧૦ હજાર નોન રિફંડેબલ રાખવામાં આવી છે તેમજ પ્રિ-બિડ મીટિંગ તા.૫ ડિસેમ્બર સવારે ૧૧ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકા, કોન્ફરન્સ હોલ, પહેલા માળે, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવનાર છે.
રૈયા મેઈન રોડ પર સવન સિગ્નેટ એપાર્ટમેન્ટની સામે, ફાઈનલ ટી.પી.એસ.નં.૪ (રૈયા), એફ.પી. નં.૭૬૯માં આવેલો કોમર્શિયલ સેલ પ્લોટ હરાજીમાં મુકાયો છે. આ પ્લોટનું ક્ષેત્રફળ ૩૨૨૧ ચો.મી. છે અને તેની અપસેટ પ્રાઈસ રૂ.૧.૩૦ લાખ પ્રતિ ચો.મી. રાખવામાં આવી છે. આ પ્લોટની ઈ-હરાજી તા.૨૧ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે શરૂ થઈને બપોરે ૧૨ વાગ્યે પૂર્ણ થશે.
મવડી વિસ્તારમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ-૨ ઉપર ફિલ્ડ માર્શલ રોડ નજીક, મહાત્મા ગાંધી ટાઉનશીપની પાછળ,ફાઈનલ ટી.પી.એસ.નં.૨૮ (મવડી), એફ.પી. નં. ૩૭/એમાં આવેલો કોમર્શિયલ સેલ પ્લોટ હરાજીમાં મુકાયો છે. આ પ્લોટનું ક્ષેત્રફળ ૫૩૦૫ ચો.મી. છે અને તેની અપસેટ પ્રાઈસ રૂ.૧.૨૦ લાખ પ્રતિ ચો.મી. રાખવામાં આવી છે. આ પ્લોટની ઈ-હરાજી તા. ૨૧.૧૨.૨૦૨૬ના રોજ બપોરે એક વાગ્યે શરૂ થઈને બપોરે બે વાગ્યે પૂર્ણ થશે.
એચ.સી.જી.હોસ્પિટલ રોડ ઉપર કલ્યાણમ પાર્ટી પ્લોટની સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ નજીક, ફાઈનલ ટી.પી.એસ. નં.૯ (રાજકોટ), એફ.પી. નં. સી/૯માં આવેલો કોમર્શિયલ સેલ પ્લોટ હરાજીમાં મુકાયો છે. આ પ્લોટનું ક્ષેત્રફળ ૩૭૧૩ ચો.મી. છે અને તેની અપસેટ પ્રાઈસ રૂ.૯૦ હજાર પ્રતિ ચો.મી. રાખવામાં આવી છે. આ પ્લોટની ઈ-હરાજી તા.૨૧.૧૨.૨૦૨૬ના રોજ બપોરે ત્રણ વાગ્યે શરૂ થઈ સાંજે ચાર વાગ્યે પૂર્ણ થશે.
રાજકોટ-મોરબી રોડ પર પંચવટી સોસાયટી નજીક, એચ.પી. પેટ્રોલ પંપની સામે, ફાઈનલ ટી.પી.એસ. નં.૧૨ (રાજકોટ), એફ.પી. નં.૯૨માં આવેલો કોમર્શિયલ સેલ પ્લોટ હરાજીમાં મુકાયો છે. આ પ્લોટનું ક્ષેત્રફળ ૧૬૪૮ ચો.મી. છે અને તેની અપસેટ પ્રાઈસ રૂ.૧.૨૫ લાખ પ્રતિ ચો.મી. રાખવામાં આવી છે. આ પ્લોટની ઈ-હરાજી તા.૨૨.૧૨.૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે શરૂ થઈને બપોરે ૧૨ વાગ્યે પૂર્ણ થશે.
રાજકોટ-મોરબી રોડ ઉપર પૂનમ હોલની સામે, ફાઈનલ ટી.પી.એસ. નં.૧૨ (રાજકોટ), એફ.પી. નં.૯૧માં આવેલો રેસિડેન્શિયલ સેલ પ્લોટ હરાજીમાં મુકાયો છે. આ પ્લોટનું ક્ષેત્રફળ ૧૫૮૮ ચો.મી. છે અને તેની અપસેટ પ્રાઈસ રૂ. ૧.૨૫ લાખ પ્રતિ ચો.મી. રાખવામાં આવી છે. આ પ્લોટની ઈ-હરાજી તા.૨૨.૧૨.૨૦૨૬ના રોજ બપોરે એક વાગ્યે શરૂ થઈને બપોરે બે વાગ્યે પૂર્ણ થશે.
રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ નજીક, ભક્તિ પાર્ક સોસાયટીની સામે, ફાઈનલ ટી.પી.એસ. નં.૧૯(રાજકોટ), એફ.પી. નં.૧૬/એ માં આવેલો રેસિડેન્શિયલ સેલ પ્લોટ હરાજીમાં મુકાયો છે. આ પ્લોટનું ક્ષેત્રફળ ૧૪,૫૦૭ ચો.મી. છે અને તેની અપસેટ પ્રાઈસ રૂ.૪૫ હજાર પ્રતિ ચો.મી. રાખવામાં આવી છે. આ પ્લોટની ઈ-હરાજી તા.૨૨.૧૨.૨૦૨૬ના રોજ બપોરે ત્રણ વાગ્યે શરૂ થઈ સાંજે ચાર વાગ્યે પૂર્ણ થશે.