BREAKING NEWS

રાજકોટના કિસાનપરા પાસે ગ્રીન એપલ સ્પામાં ધમધમતું કૂટણખાનું; મેઘાલય, મુંબઈની યુવતી પાસે દેહ વ્યાપારા કરાવાતો

  • August 05, 2026 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના બાલાજી હોલ પાસે ધ મોક્ષ સ્પામાં પોલીસે દરોડો સ્પાના ઓઠા હેઠળ ચાલતા કુટણખાનનો પર્દાફાશ કર્યા બાદ શહેરમાં વધુ એક સ્પામાં ચાલતી દેહવિક્રયની પ્રવૃત્તિને પોલીસે ઝડપી પાડી છે. એ ડિવિઝન પોલીસે કિશાનપરા ચોકમાં આવેલા ગ્રીન એપલ સ્પામાં દરોડો પાડી લોહીનો વેપાર કરાવતા સ્પા સંચાલક, મેનેજર અને ટેલિકોલરની ધરકડ કરી રૂ. 47 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સો બહારથી ગણિકાઓને બોલાવી રૂ. 3 હજાર વસુલી તેમાંથી એક હજાર ગણિકાઓને આપી બે હજાર ખિસ્સામાં નાખી દેતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અહીંથી મેઘાલય, રાજકોટ અને મુંબઈની ચાર યુવતીઓને મુક્ત કરાવી હતી.


પ્રાપ્ત વિગતો મુજબ, એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે.વી. વાઢિયા અને પીએસઆઈ એસ.આર. ચાવડાના માર્ગદર્શન હેઠળના હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ બોરીચા, મહેશભાઈ ચાવડા, કરણભાઈ વિરસોડિયા, મહિલા કોન્સ્ટેબલ સજનીબેન સખીયા અને પ્રીયંકાબા જાડેજા પોલીસ મથકે હાજર હતા. ત્યારે બાતમી મળી હતી કે, કિસાનપરા ચોક નજીક આવેલ બી.કે. કોમર્શિયલ એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ ગ્રીન એપલ સ્પાનો સંચાલક બહારથી સ્ત્રીઓ બોલાવી રંગીન મિજાજી ગ્રાહકોને બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવી રહ્યો છે. જે હકીકત વેરીફાય કરાવતા સાચી હોવાનું ઠર્યું હતું. જે બાદ પીઆઈ જે વી વાઢિયા સહીતની ટીમોએ ગ્રીન એપલ સ્પા ખાતે ડમી કસ્ટમર મોકલી દરોડો પાડ્યો હતો.


દરોડામાં સ્પા સંચાલક અમન મનોજભાઈ ઠાકુર, મેનેજર દીપેશ જગતભાઈ વિશ્વકર્મા અને ટેલિકોલર વિકાસ કુલદીપભાઈ વિશ્વકર્મા હાજર મળી આવ્યા હતા. જે બાદ પોલીસે સ્પાનો એક રૂમ ચેક કરતા તેમાંથી એક મેઘાલય રાજ્યની સ્ત્રી અને પુરુષ કઢંગી હાલતમા મળી આવ્યા હતા. રૂમમાંથી કોન્ડોમ મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. બાદ અન્ય રૂમમાં ચેક કરતા તેમાંથી મુંબઈની બે અને રાજકોટની એક મળી ત્રણ યુવતીઓ મળી આવી હતી.


આ અંગે હેડ કોન્સ્ટેબલ કરણભાઈ વિરસોડિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્પા સંચાલક અમન મનોજભાઈ ઠાકુર(ઉવ 22 રહે.ભગતસિંહ ગાર્ડન પાછળ, આરએમસી આવાસ ક્વાર્ટર, યુનિવર્સીટી રોડ, રાજકોટ), મેનેજર દીપેશ જગતભાઈ વિશ્વકર્મા (ઉવ 23 રહે.વંદન એપાર્ટમેન્ટમાં પગી તરીકે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ) અને ટેલિકોલર વિકાસ કુલદીપભાઈ વિશ્વકર્મા(ઉવ 25 રહે. પેરેડાઇઝ એપાર્ટમેન્ટમાં પગી તરીકે, રોયલ પાર્ક, કેકેવી ચોક, રાજકોટ)નું નામ આપતાં એ દડિવિઝન પોલીસે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

મહિલાઓએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, સ્પા સંચાલક, મેનેજર અને ટેલિકોલર બહારથી ગ્રાહકો બોલાવી રૂ.3 હજાર વસુલી તેમાંથી એક હજાર રૂપિયા અમને આપી દેહ વ્યાપાર કરાવે છે. પોલીસે સ્પાના ડ્રોવરમાંથી રૂ 3 હજારની રોકડ ઉપરાંત અન્ય રોકડ અને બે મોબાઈલ મળી રૂ 47,010 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News