પોરબંદરમાં પોલીસ કંટ્રોલ મના ફોનમાં ગાળો વરસાવનાર યુવાન ઉપર પોલીસે ઢીકાપાટુ વરસાવ્યાના આક્ષેપ સાથે ડિસ્ટ્રીકટ જજને ફરિયાદ થતા ભારે ચકચાર જાગી છે.
પોરબંદરની હીજરતી છાવણીમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સુમનભાઇ બેચરભાઇ ચાવડાએ જિલ્લા અદાલતના ડિસ્ટ્રીકટ જજને લેખિતમાં ઓ.સી. સાથેની ફરિયાદ પાઠવીને જણાવ્યુ છે કે હાલ તેમની છાવણીની બાજુમાં રહેતા મહેશ રામા બથવાર જે કૌટુંબિક તરીકે દૂરના ભત્રીજા થાય છે તેઓની ઉપર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ એફ.આઇ.આર. થયેલી આ એફ.આઇ.આર ના કામે કમલાબાગ પોલીસ દ્વારા તેમના ભત્રીજાની અટક કરવામાં આવી. તેમના ભત્રીજાને ત્યાં પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. કમલાબાગ પોલીસસ્ટેશનના અધિકારીએ તેમના ભત્રીજા મહેશ બથવારને ચીફકોર્ટના જજ દવે સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ તેમના ભત્રીજા મહેશને પોલીસ વિધ્ધ ફરિયાદ કરવાની હતી તેથી આ પોલીસ દ્વારા તેમનો ભત્રીજો મહેશ પોલીસ ફરિયાદ ન કરી શકે તે હેતુથી કોઇપણ જામીન રજૂ કર્યા વગર મુકત કરી દીધો હોવાનો ગંભીર આક્ષેપ સુમનભાઇ ચાવડાએ કર્યો છે.
અને ત્યારબાદ કમલાબાગ પોલીસ સ્ટેશનના બીજા કેસમાં અટક કરવામાં આવી. તેના ભત્રીજાએ ત્યાં એવુ કહેલ કે, ‘મને બહુ મારેલ છે, મને દવાખાને લઇ જાઓ’ પરંતુ પોરબંદર એલ.સી.બી. ઓફિસમાં લઇ ગયેલ અને ત્યાં ભત્રીજાને જેમ તેમ માર મારેલ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે તેમને કોર્ટમાં ખંડણીના કેસમાં રજૂ કરેલ ત્યાં તેણે કેમેરા સામે પોતાના કપડા ઉતારી નાખી શરીરમાં થયેલી ઇજા દેખાડી અને ‘મારે પોલીસ ઉપર ફરિયાદ કરવી છે’ તેવું કહેલ હતુ. પરંતુ સુમનભાઇ ચાવડાના આક્ષેપ પ્રમાણે કોઇપણ ન્યાય મળ્યો નહી હોવાનું જણાવ્યુ હતુ તેથી ન્યાયીક કાર્યવાહી સામે પણ આશંકા દર્શાવીને ડિસ્ટ્રીકટ જજને ફરિયાદ કરી છે તથા તે અંગે હાઇકોર્ટને વીજીલન્સ શાખાને લેખિતમાં જાણ કરવા સહિત ગાંધીનગર અનુસૂચિત જાતિ આયોજને પણ ફરિયાદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનિર્માણાધિન કેનાલની કામગીરી ઝડપથી પૂર્ણ કરો : પાણી પુરવઠા મંત્રી
May 03, 2025 03:05 PMબહેનના ફોટા ફોનમાંથી ડીલીટ કરવાનું કહેતા મિત્ર સહિતના શખ્સોનો કાકા-ભત્રીજા ઉપર હુમલો
May 03, 2025 03:04 PM‘પોરબંદરવાસીઓ, યોગ દ્વારા મેદસ્વિતામુકત બનજો’: અર્જુન મોઢવાડીયા
May 03, 2025 02:59 PMભાવેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવ જેટલી બેંચની સુવિધા થઈ ઉપલબ્ધ
May 03, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech