રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી યુવતી ઉપર મુસ્લિમ શખસે બે વર્ષ સુધી દેહ પીંખ્યાં બાદ અજમેર લઇ જઈ ધર્મ પરિવર્તન કરાવી નાખ્યું હોવા સહિતના આક્ષેપ સાથેની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સાહીલ ઉર્ફે રાજા સિંધી ચાનિયા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મૂળ જૂનાગઢના બાંટવા પંથકની વતની અને છેલ્લા બે વર્ષથી રાજકોટના રેલનગરમાં રૂમ રાખીને ઓનલાઇન કપડાં સહિતની ચીજ વસ્તુઓ વેચવાનો વ્યવસાય કરતી 24 વર્ષીય યુવતી વર્ષ 2024 માં ઘર નજીક કાજલ પાનની દુકાને નાસ્તો લેવા ગઈ હતી. ત્યારે પાનના ગલ્લો ધરાવતા રાજા સિંધી સાથે સંપર્ક થયો હતો. અવાર નવાર દુકાને જતી ત્યારે બંને વચ્ચે વાતચીત થતી હતી. ત્યાર બાદ શખ્સ યુવતિના ઘરે ગયો હતો અને દરવાજો ખોલતા જ યુવતીનું મોઢું દબાવી દઈ પેટમાં પાટા મારી દીધા હતા. બાદમાં કપડાં ફાડી નાખી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. અને આ વાત કોઈને કરી છે તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપી બે વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સામ્યદ દરમિયાન યુવતીને જાણ થઇ હતી કે, રાજા સિંધીનું સાચું નામ સાહીલ ચાનિયા છે.
એનાથી આગળ સાહીલ ઉર્ફે રાજા સિંધી યુવતીને અજમેર ખાતે લઇ ગયો હતો જયા કલમા પઢાવી ધર્મ પરિવર્તન કરાવ્યો હતો. અને ઘરે સતત મારકૂટ પણ કરતો હતો. તેમજ યુવતીના સોનાના દાગીના, પડાવી લીધા હતા. અને કેટલાક દાગીના ફાઈનાન્સમાં ગિરવે મૂકી પૈસા ઉપાડીને વાપરી નાખ્યા હતા. સતત ત્રાસ આપતા અંતે કંટાળી યુવતી વતનમાં ચાલી ગઈ હતી અને પરિવારના સભ્યોને ઘટનાની વાત કરતા અંતે પરિવારના સભ્યોએ મદદ કરતા યુવતી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
યુવતીને દુબઇ વેંચી નાખવાની વાત સાંભળતા ભાગી છૂટી
ફરિયાદમાં યુવતીએ પોતાને દુબઇ કોઈને વેંચી નાખવાની વાત કરતો હતો જે અંગે જણાવ્યું હતું કે, ગત 28 જૂનના રોજ સાહિલ ધમકાવીને બસ પોર્ટ પાછળ આવેલી હોટેલ રીઓ વેલીમાં લઈ ગયો હતો અને ત્યાં શારીરિક સંબંધ બાંધ્યો હતો અને મારકૂટ કરી હતી. બીજા દિવસે રૂમના બાથરૂમમાં હતી ત્યારે સાહિલ કોઈ સાથે ફોન પર વાત કરતો હતો કે, હું તને ફોટા મોકલું છું, મને કહે આની કેટલી કિંમત આવશે તો હું તેને દુબઇ લઈને આવું છું, આ વાત સાંભળી યુવતીપોતાના વતન ખાતે નાસી ગઈ હતી.