BREAKING NEWS

ખંભાળિયા પાલિકાના સફાઈ કર્મચારીઓના ઉપવાસ આંદોલનના ગાંધીનગર સુધી પડઘા

  • October 24, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા પાલિકાના સફાઈ કર્મચારીઓના ઉપવાસ આંદોલનના ગાંધીનગર સુધી પડઘા


​​​​​​​ખંભાળીયા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા બે વર્ષ પહેલાં કરાયેલી હડતાળ દરમિયાન થયેલા લેખિત સમાધાન કરારનો લાંબા સમય સુધી અમલ ન થતાં કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સફાઈ કામદારોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, જેને સમર્થન આપવા માટે સફાઈ કર્મીઓ ઉપરાંત ૧૦૦થી પણ વધુ અન્ય લોકો જોડાતા આંદોલન વધુ તેજ બન્યું છે.

ખંભાળિયામાં વધી રહેલા આ આંદોલનના પડઘા છેક ગાંધીનગર સુધી સંભળાયા હતા, જેને પગલે ગાંધીનગરથી પ્રાદેશિક નિયામકને તાકીદના આદેશો આપવામાં આવ્યા હતા. આ આદેશના આધારે રાજકોટ પ્રાદેશિક નિયામક દ્વારા ખંભાળીયા પાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુર, સફાઈ આંદોલનના અગ્રણીઓ તેમજ રાજ્ય સફાઈ કર્મી મહામંડળના મહામંત્રી રમેશ વાઘેલાને તાત્કાલિક રાજકોટ બોલાવીને તેમના પડતર પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન સફાઈ કામદારોની તાકીદે ભરતી કરવા માટે વચ્ચેનો રસ્તો કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી દિવસોમાં રાજકોટ નિયામક કચેરીના ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ ખંભાળીયાની મુલાકાતે આવશે. તેઓ ઉપવાસ આંદોલન સ્થળ તેમજ નગરપાલિકા કચેરીની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવશે અને સફાઈ કર્મીઓના પ્રશ્નો અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહીનું આયોજન કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application