રાજકોટ દેશભક્તિના રંગે રંગાયું, તિરંગા યાત્રામાં લોકો ઉમટ્યા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવ્યો
રાજકોટ દેશભક્તિના રંગે રંગાયું, તિરંગા યાત્રામાં લોકો ઉમટ્યા, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવ્યો
August 13, 2026 12:29 PM
રાજકોટ શહેરમાં આજે મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્રની સૌથી મોટી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સવારે ૯ કલાકે બહુમાળી ભવન ચોકથી જયુબિલી ગાર્ડન સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજાઇ હતી. તિરંગા યાત્રાએ દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો. ઉપરોક્ત તસવીરમાં તિરંગા યાત્રામાં ઉમટેલા રાજકોટવાસીઓ દ્રશ્યમાન થાય છે.