BREAKING NEWS

વિરપુરની પરિણીતાનું દેરાણીએ ગળું પકડ્યું, પતિએ માર માર્યો અને દિયરે વીડિયો ઉતાર્યો

  • September 14, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ રાજકોટમાં રહેતી પરિણીતાએ વિરપુરમાં રહેતા પતિ સહિત સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ વીરપુર પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય જે બાબતે પતિ અને સાસરીયા મારમારતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


હાલમાં રાજકોટમાં સતનામ સોસાયટીમાં કાકાની દીકરીઓ સાથે રહેતી હેતલબેન(ઉ.વ.૩૩) નામની પરિણીતાએ વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ સુભાષભાઈ કેશુભાઈ સરવૈયા, સસરા કેશુભાઈ જીવાભાઈ સરવૈયા, સાસુ ભાનુબેન કેશુભાઈ સરવૈયા, દિયર દિવ્યેશભાઈ કેશુભાઈ સરવૈયા, દેરાણી સ્નેહલબેન દિવ્યેશભાઈ સરવૈયા તથા નણંદ પારૂલબેન નવજીભાઈ ભાલીયાના નામ આપ્યા છે. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 85, 115(2), 352 અને 54 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ફરિયાદીએ જણાવ્યા મુજબ તેમના લગ્ન આશરે 13 વર્ષ પહેલાં સુભાષભાઈ સાથે થયા હતા અને લગ્નજીવન દરમિયાન બે દીકરીઓનો જન્મ થયો હતો. આશરે ચાર વર્ષ પહેલાં પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. આશરે 15 મહિના પહેલાં ઘરકામની બાબતે પતિએ ઝઘડો કરી ઝાપટ મારી મુઢ મારમાર્યો હતો અને સાસુ-સસરાએ પણ મારકૂટ કરી હતી. ત્યારબાદ તેઓ આશરે નવ મહિના પિયર રાજકોટ ખાતે રહ્યા હતા.


ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, બાદમાં સમાધાન થતાં તેઓ પતિ સાથે અલગ રહેવા વીરપુર આવ્યા હતા. દરમિયાન નણંદ પારૂલબેને હોટલ ખાતે આવી ઝઘડો કરી મારમાર્યો હતો. પતિ-પત્નીએ છૂટાછેડા લેવાનું નક્કી કરી નોટરી કરાર કર્યો હતો, જેમાં રૂ.15 લાખ તથા 12-13 તોલા સોનુ આપવાનું લખાણ કરાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.


13 સપ્ટેમ્બરે હેતલબેન પોતાની બંને દીકરીઓને મળવા વીરપુર ખાતે સાસુ-સસરાના ઘરે પહોંચ્યા ત્યારે દેરાણીએ ઘર બહાર નીકળી જવાનુ કહ્યું હતું. નાની દીકરીને તેડી લેતાં સાસુએ મોઢું પકડી, દિયરે વીડિયો ઉતાર્યો, પતિએ ઝાપટો માર્યો, દેરાણીએ ગળું પકડ્યું તથા સાસુએ મુંઢ માર માર્યો હતો. જેથી અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ ગીરીરાજ અશોકભાઈ વાઘેલાને તપાસ સોંપી છે.


પુત્રવધુએ ઝપાઝપી કરી માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી

પરિણીતાએ ત્રાસની ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે સાસુ ભાનુબેન કેશુભાઇ સરવૈયા(ઉ.વ.૫૫) દ્વારા પુત્રવધુ હેતલ સામે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ તથા તેમના મોટા દીકારની બંન્ને દીકરીઓને નાસ્તો કરતા હતા દરમિયાન પુત્રવધુ હેતલે ઘરે આવી ફરિયાદી તથા તેમના પરિવારજનો સાથે ઝપાઝપી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીને જમની આંખના નીચે ઇજા પહોંચાડી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application