જામનગર તા.૧૫ માર્ચ, જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો અને રજૂઆતો અંગે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા લગત અધિકારીઓને જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના અપાઈ હતી.
આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફીસ, શિક્ષણ વિભાગ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સિંચાઈ વિભાગ(પંચાયત),પી.જી.વી.સી.એલ., ડી.આઈ.એલ.આરને લગત પ્રશ્નો અંગેની ધારાસભ્યની રજુઆતો અંગે હકારાત્મક દિશામાં ઉકેલ લાવી લોકોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે અને કુદરતી પાણીના નિકાલના માર્ગમાં આવતા સ્પોટ શોધી કાઢવા બાબતે તેમજ જીલ્લાના તમામ વિભાગોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યોજનાકીય કામગીરીનો વ્યાપ વધારવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ
June 16, 2025 05:27 PMજીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા
June 16, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech