ગોંડલ રોડ પર ત્રણ માળિયા કવાર્ટરમાં રહેતી સગીરાનો ફાંસો ખાઇ આપઘા
ગોંડલ રોડ પર ત્રણ માળિયા કવાર્ટરમાં રહેતી સગીરાનો ફાંસો ખાઇ આપઘા
August 29, 2026 03:32 PM
હાલના સમયમાં ટીનેજરોની માનસિકતા ક્ષીણ થઇ રહી છે. નાની નાની બાબતમાં પણ ગંભીર પગલું ભરી લે છે. આવી જ એક બનાવ શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં બનવા પામ્યો છે. અહીં ત્રણ માળિયા કવાર્ટરમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને માતાએ કામ બાબતે ઠપકો આપતા આ બાબતનું માઠુ લાગી જતા તેણીએ મમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. લાંબા સમય સુધી મનો દરવાજો ન ખોલતા માતા– પિતાને શંકા જતા મમાં અંદર જોઇ જોતા દીકરી લટકતી હાલતમાં જોવા મળી હતી. બનાવને લઇ આજીડેમ પોલીસે જરી કાર્યવાહી કરી હતી. આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ પર આવેલા ત્રણ માળિયા કવાર્ટર બ્લોક ન.ં ૭ માં મ ન.ં ૭૫ માં રહેતી સાનીયા મહેબુબભાઇ ગુલાણી(ઉ.વ.૧૭) નામની સગીરાએ ગઇકાલે સમી સાંજના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. જે અંગેની જાણ પરિવારજનોને થતા ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ના ઇએમટીએ અહીં આવી જોઇ તપાસી સગીરાને મૃત જાહેર કરી હતી. જેની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. ટી.જે.સરવૈયા તથા સ્ટાફે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી સગીરાના મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે સરકારી હોસ્પિટલ ખસેડયો હતો. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, સગીરા ધો.૧૨ ની પરીક્ષા તૈયારી કરતી હતી. સગીરાને માતાએ કામ બાબતે ઠપકો આપતા તેણીને લાગી આવતા તે મમાં ચાલી ગઇ હતી. લાંબો સમય સુધી દરવાજો ન ખોલતા પરિવારને શંકા જતા દરવાજો ખોલતા દીકરી લટકતી હાલતમાં જોવા મળી હતી. દીકરીના આપઘાતના પગલે પરિવારજનોમાં માતમ છવાય ગયો હતો.