BREAKING NEWS

મિશન ઓલિમ્પિક: યજમાની માટે અમદાવાદ તૈયાર

  • August 29, 2026 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓલિમ્પિક રમતોનું આયોજન કરવું દરેક દેશનું સપનું હોય છે. હવે ભારત પણ આ સપનું સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારતને વર્ષ ૨૦૧૦ પછી ફરી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાની છે. જોકે, ઓલિમ્પિકની યજમાની પહેલાં ભારત સામે એક મહત્વપૂર્ણ પડકાર છે ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન. આ વખતે આ રમતોનું આયોજન અમદાવાદમાં થવાનું છે. અમદાવાદ ૨૦૩૬માં ઓલિમ્પિક રમતોના આયોજન માટે પણ ભારતની પ્રથમ પસંદગી છે.
આથી, ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સ ભારત માટે માત્ર એક આંતરરાષ્ટ્ર્રીય રમતોત્સવ નહીં, પરંતુ ૨૦૩૬ના ઓલિમ્પિક માટેની ડ્રેસ રિહર્સલ સમાન સાબિત થઈ શકે છે. આ આયોજન દ્રારા ભારત પોતાની રમતગમતની સુવિધાઓ, સ્ટેડિયમ, પરિવહન વ્યવસ્થા, ખેલાડીઓ માટેની સગવડો, સુરક્ષા અને આંતરરાષ્ટ્ર્રીય સ્તરની આયોજન ક્ષમતા ચકાસી શકશે.ભારત માટે સારા સમાચાર એ છે કે ૨૦૩૬ના ઓલિમ્પિકના સંભવિત આયોજનમાં હજુ લગભગ ૧૦ વર્ષનો સમય બાકી છે. આ સમયગાળાનો ઉપયોગ કરીને દેશ રમતગમતના માળખાકીય વિકાસ અને આંતરરાષ્ટ્ર્રીય ધોરણોની સુવિધાઓ ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.ભારત અત્યારથી જ આ રમતોની યજમાની મેળવવા અને તેનું સફળ આયોજન કરવા માટે તૈયારીઓમાં લાગી ગયું છે. યુવા પ્રતિભાઓને શોધવા, ખેલાડીઓને યોગ્ય તાલીમ આપવા, આધુનિક રમતગમત કેન્દ્રો વિકસાવવા અને વિશ્વસ્તરીય રમતગમતનું માળખું ઊભું કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.જો ભારત ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કરે, તો તે ૨૦૩૬ના ઓલિમ્પિક માટે ભારતની દાવેદારીને વધુ મજબૂત બનાવી શકે છે. ભારત માટે આ માત્ર રમતગમતની સ્પર્ધા નથી, પરંતુ વિશ્વ સમક્ષ પોતાની આયોજન ક્ષમતા અને રમતગમત ક્ષેત્રની વધતી શકિત દર્શાવવાની મોટી તક છે


સ્પોટર્સ ગવર્નન્સ પર આપવું પડશે ધ્યાન
સ્પોટર્સ ગવર્નન્સ એટલે કે જેમાં ખેલ ફેડરેશન, ઓલિમ્પિક એસોસિએશન સઘં અને અન્ય ખેલ સંસ્થાઓ પણ કામ કરશે. ઉદાહરણ તરીકે કોણ ફેડરેશનનું અધ્યક્ષ બનશે, તેની પસંદગી કેવી રીતે થશે, એથ્લીટસનો ખર્ચ કોણ ઉઠાવશે, ખેલાડીઓમાં પારદર્શિતા કેવી રીતે આવશે... આવી વસ્તુઓ પર વિચારણા થશે

સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ખેલાડીઓને સહાય
ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ
આ યોજના હેઠળ આંતરરાષ્ટ્ર્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતવાની ક્ષમતા ધરાવતા સંભવિત ખેલાડીઓને સરકાર તરફથી વિશેષ આર્થિક મદદ આપવામાં આવે છે.
ખેલો ઈન્ડિયા એથ્લીટ
ઓછી ઉંમરના પ્રતિભાશાળી ખેલાડીઓને શોધી તેમની પસંદગી કરવામાં આવે છે. તેમને ટ્રેનિંગ, ડાયટ અને રમતનો અનુભવ આપવામાં આવે છે. આ યોજના હેઠળ એક ખેલાડી પાછળ દર વર્ષે આશરે .૬.૨૮ લાખનો ખર્ચ કરવામાં આવે છે.
ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર
૨૦૨૬માં બેંગલુના સાઈ એનસીઓઈમાં હોકી ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર શ કરવા માટે .૧૪.૧૪ કરોડની મંજૂરી આપવામાં આવી છે.
સાઈની અન્ડરમાં ૯૦૦૦ ખેલાડીઓ
ભારતીય ખેલાડીઓ માટે સાઈના નેશનલ સેન્ટર ઓફ એકસેલન્સમાં ઉત્તમ કોચિંગ, સ્પોટર્સ સાયન્સ, સાધનો, રહેવા–જમવાની તથા મેડિકલ સપોર્ટની વ્યવસ્થા છે. સાઈપાસે ૧૮૦થી વધુ ટ્રેનિંગ સેન્ટર અને ૯,૦૦૦થી વધુ ખેલાડીઓ છે.
નાનાં શહેરોમાં છૂપાયેલી પ્રતિભાઓને શોધી તેને યોગ્ય સુવિધાઓ અપાશે
ઓલિમ્પિકમાં સાં પ્રદર્શન કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. રમત મંત્રાલય દેશના ગામડાં અને નાનાં શહેરોમાં છુપાયેલી પ્રતિભાઓને શોધી તેમને યોગ્ય સુવિધાઓ અને તાલીમ આપવા માટે આયોજન કરી રહ્યું છે. તાજેતરમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટના પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે સરકાર એક પ્રતિભા શોધ અભિયાન ચલાવશે. તેના અંતર્ગત ૧૫ વર્ષ સુધીના પ્રતિભાશાળી બાળકોને શોધીને તેમને રમતગમત માટે તૈયાર કરવામાં આવશે.નવી રમતો પર ફોકસ
સફિગ અને કલાઇમ્બિંગ બોર્ડ જેવા નવા ખેલો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જે ઓલિમ્પિકમાં સામેલ છે. સરકારની ઇચ્છા છે કે આ ખેલોને દેશમાં વધુ લોકપ્રિય બનાવવામાં આવે, જેથી ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ મજબૂત બની શકે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application