BREAKING NEWS

60 વર્ષનો મંદિરનો પુજારી હેવાન નીકળ્યોઃ 8 વર્ષની બાળાને ઓરડીમાં બોલાવી અડપલા કર્યા, શાપરનો ચોંકાવનારો બનાવ

  • November 19, 2026 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નૈતિકતાના અધ:પતન સમાન ધૃણાસ્પદ ઘટના શાપર વેરાવળમાં બનવા પામી છે. અહીં 60 વર્ષીય પૂજારીએ આઠ વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતાં. મંદિર નજીક રમતી બાળકીને ઓરડીમાં બોલાવી પૂજારીએ પોત પ્રકાશ્યું હતું. જે બાદ બાળકીએ ઘરે પહોંચી આપવીતી વર્ણવતા પરિજનો સ્તબ્ધ થઇ ગયા હતા. સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી નરાધમને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સમગ્ર મામલામાં પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરેશભાઈ (ઉવ 60 રહે. શાપર વેરાવળ, કોટડાસાંગાણી, રાજકોટ) નું નામ આપી જણાવ્યુ હતું કે, તેણી પતિ અને આઠ વર્ષની પુત્રી સાથે રહે છે. ગઈકાલે પુત્રી ઘર નજીક આવેલા મહાદેવ મંદિરના મેદાનમાં રમવા ગઈ હતી. થોડી વાર બાદ પુત્રી ઘરે આવી ગુમસુમ બેઠી રહી હતી. જેથી માતાએ બાળકી સાથે વાત કરતા માસુમે આપવીતી વર્ણવતા માતા ચોંકી ઉઠી હતી. માસુમે જણાવ્યું હતું કે, તેણી જયારે મંદિર નજીક મેદાનમાં રમતી હતી ત્યારે મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરતા સુરેશભાઈએ તેણીને પોતાની પાસે બોલાવી હતી. જેથી બાળકી પૂજારી પાસે જતાં તે અહીં ઓરડીમાં બાળકીને લઇ ગયો હતો અને બાદમાં જાતીય સતમાણી કરી હતી. બાળકીએ તેનો વિરોધ કરતા પૂજારીએ ઓરડીનો દરવાજો ખોલી દેતા બાળકી દોડીને ઘરે આવી ગઈ હતી.


જે હકીકત જાણી માતાએ સમગ્ર ઘટના અંગે પતિ સાહિતને જાણ હતી. બાદમાં પરિજનોએ પોલીસને જાણ કરી હતી. જેથી ઇન્ચાર્જ પીઆઈ ઇંદ્રજીતસિંહ સરવૈયાની ટીમે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી નરાધમને સકંજામાં લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application