BREAKING NEWS

રાજકોટમાં આજે રાત પડશે ને દિવસ ઉગશે, દિવાળી કાર્નિવલનો થશે રંગારંગ પ્રારંભ; રાત્રે આતશબાજી

  • November 06, 2026 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૬ને શુક્રવારે ધનતેરસથી રોશની સાથે દિવાળી કાર્નિવલનો ધમાકેદાર રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે સાંજે ૭ કલાકે યોજાનાર આતશબાજી કાર્યક્રમ નિહાળવા માટે કોઈ પણ પ્રકારના પાસ રાખવામાં આવ્યા નથી. આતશબાજી નિહાળવા માટે જાહેર જનતાને (૧)બહુમાળી ભવન સામેના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી તેમજ (૨) વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના ગેઇટથી એન્ટ્રી આપવામાં આવશે.

દિવાળી કાર્નિવલ અંતર્ગત સાંજે ૬ કલાકે રેસકોર્ષ રિંગ રોડ ફરતે દિવાળી કાર્નિવલ રોશનીનો શુભારંભ થશે ત્યારબાદ ધનતેરસના દિવસે સાંજે ૬ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ થશે.ફૂડ ફેસ્ટિવલ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. જ્યારે આજે સાંજે ૭ કલાકે ભવ્ય આતશબાજી અને લેસર શો યોજાશે. આવતીકાલે તા.૭ નવેમ્બરને શનિવારે કાળી ચૌદસ નિમિત્તે રંગોળી સ્પર્ધા અને છ ફ્લોટ સાથે ટેબ્લો કાર્નિવલનું ઉદ્ઘાટન થશે. ટેબ્લો કાર્નિવલ તા.૭ અને ૮ નવેમ્બર, ૨૦૨૬ એમ બે દિવસ સુધી યોજાશે.

આજથી તા.૮ નવેમ્બર સુધી રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગ, રોશની અને રાજકોટ દિપાવલી ઉત્સવ, ફૂડ ફેસ્ટિવલ અને ટેબ્લો કાર્નિવલ તથા આતશબાજીનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં, આકર્ષક એન્ટ્રી ગેઇટ, થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, લેસર શો, રંગોળી સ્પર્ધા સહિતના વિશેષ આકર્ષણો દિવાળીના તહેવારને યાદગાર બનાવશે.

આજે તા.૬ને શુક્રવારે, ધનતેરસે સાંજે ૭ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.નેહલ શુક્લ ઉપસ્થિત રહેશે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે મહાપાલિકાના આતશબાજી કાર્યક્રમનો સમય સાંજે ૭:૦૦ વાગ્યાનો છે તો શું મહાપાલિકા નિયમભંગ કરશે કે પછી એક કલાક સુધી ભાષણબાજી ચાલશે ? તેવી ચર્ચા જાગી છે.


આટલા પ્રકારના ફટાકડા ફૂટશે


કૉમેટ ૨૦૦

માઇન્સ ૨૦૦

એરિયલ શોટ ૬૦૦

૨૪૦ મલ્ટી કલર શોટ્સ ૧૦

૧૨૦ મલ્ટી કલર શોટ્સ ૧૦

૧૦૦ ક્રેકલિંગ શોટ ૦૪

૧૦૦ મ્યુઝિકલ શોટ ૦૪

૧૦૦ સાયરન શોટ ૦૪

નાયગ્રા ફોલ્સ ૨૦૦ ફૂટ ૦૧

હેપ્પી દિવાલી નેઇમ બોર્ડ ૦૧

આકાશમાં ઉડતો મોરલો ૦૧

થ્રી ઇન વન ખજૂરી ટ્રી ૦૨

સૂર્યમુખી ટ્રી ૦૨

પામ ટ્રી ૦૨

ગોલ્ડન સ્ટાર ટ્રી ૦૨

ઇલેક્ટ્રિક ખજૂરી ૦૧

અશોક ચક્કર ટ્રી ૦૨

બિગ સ્પાર્કલ્સ ૦૫ પેકેટ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application