BREAKING NEWS

રાજકોટના કાળીપાટ નજીક હિટ એન્ડ રન: ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવકનું મોત

  • August 14, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ-ભાવનગર હાઇવે પર કાળીપાટ ગામ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે, પુરપાર્ ઝડપે પસાર થતા ટ્રકે બાઇકને ઠોકરે લઇ નાશી જતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના લોઠડા ગામે રહેતો રાકેશ ઉર્ફે રાહુલ વિઠલભાઈ સરીયા (ઉ.વ.21)નો યુવક ગઈકાલે રાત્રે નવેક વાગ્યે બાઈક લઈને જઈ રહયો હતો ત્યારે કાળી પાટ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવક બાઈક સમેત પટકાતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાકીદે 108 મારફતે યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ આજીડેમ પોલીસને થતા ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.,

મૃતક યુવક બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને બફના કારખાનામાં કામ કરતો હતો. પિતા હયાત નથી. યુવાન પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસે અકસ્માત સર્જી નાશી જનાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application