BREAKING NEWS

જામજોધપુરમાં ગળાની બીમારીથી કંટાળી યુવકએ કરેલો આપઘાત

  • May 18, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર ઘાસ ના ગોદામ પાસે આવેલા મામાદેવના મંદિર નજીક ૧૯ વર્ષીય યુવકે ગળાની બીમારીથી કંટાળી ઝેરી ટીકડા પી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપયું હોવાનું સામે આવ્યું છે.
મૃતકની ઓળખ વિશાલ પ્રવીણભાઈ ઉર્ફે પરબતભાઈ  ધંધુકીયા (ઉ.વ.૧૯), રહે. ઘાંસના ગોડાઉન પાસે, જામજોધપુર તરીકે થઈ છે. બનાવ અંગે તેમના આ બના  અંગે પ્રવીણભાઈ ઉર્ફે પરબતભાઇ ધંધુકીયાએ પોલીસને જાણ કરી હતી. પોલીસ નોંધ મુજબ, મૃતકને છેલ્લ ા થોડા સમયથી ગળામાં દુખાવાની તકલીફ રહેતી હતી અને ઉપલેટાની કૃષ્ણા હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેમને ગળામાં કેન્સર હોવાની શંકા રહેતી હતી, તેમજ જમવામાં પણ તકલીફ પડતી હોવાથી માનસિક રીતે કંટાળી જઈ પોતે પોતાની મેળે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા.બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપયું હતું. બનાવ અંગે જામજોધપુર પોસ્ટેમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોત નોંધવામાં આવી છે.આ બનાવની વધુ તપાસ પો.હેડ કોન્સ્ટેબલ આર.કે. કંડોરીયા ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News