મોરબીના રફાળેશ્વર ગામે આવેલ પૌરાણિક શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિરે આવેલ પાણીના કુંડમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું મોરબી અને માળિયા તાલુકામાં અપમૃત્યુના કુલ ચાર બનાવોમાં ચાર વ્યકિતના મોત મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છેપ્રથમ બનાવમાં મોરબીના ટીંબડી પાટિયા પાસે રહેતા હસમુખભાઈ સવારામભાઈ રાજગોર (ઉ.વ.૩૫) નામના યુવાનને પોતાના ઘરે છાતીમાં દુખાવો થતા મોરબી સારવાર માટે ખસેડાયા હતા યાં યુવાનનું મોત થયું હતું..બીજા બનાવમાં મૂળ ઓરિસ્સાના વણતી હાલ મોરબીના લખધીરપુર રોડ પર મેટ્રોવલ્ર્ડ સિરામિકમાં રહીને કામ કરતા હરેન્દ્રકુમારદસ ભગવાનદાસ નામના યુવાન જોધપર નદી નજીક નર્મદા કેનાલમાં પાણી ભરેલ હોય જેમાં ન્હાવા જતા પાણીમાં ડૂબી જતા મચ્છુ ડેમ ૦૨ માંથી મૃતદેહ મળી આવ્યો હતો ત્રીજા બનાવમાં મોરબીના રહેવાસી યુવાન જગદીશભાઈ પ્રેમજીભાઈ સોલંકી નામના યુવાન ગઈકાલે રફાળેશ્વર મહાદેવ મંદિર અંદર આવેલ પાણીના કુંડમાં ન્હાવા જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું.. ચોથા બનાવમાં માળિયાના જુના ઘાટીલા ગામે રહેતા દીપકભાઈ શાંતિલાલ ઉભડીયા (ઉ.વ.૪૧) વાળા પોતાની વાડી બાજુમાં નર્મદા કેનાલ આવેલ હોય જેમાં ઇલેકિટ્રક દેડકો મુકેલ હતો તેના હોર્સ પાઈપમાં કચરો આવી જતા સાફ કરતા હતા ત્યારે કેનાલના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે તમામ બનાવો મામલે તપાસ ચલાવી છ