BREAKING NEWS

સીજેપી પછી હવે ખેડૂતો દિલ્હી નજીક પહોંચ્યા: શંભુ બોર્ડર બંધ, હાઈ એલર્ટ

  • July 21, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશભરના ખેડૂતો આજે દિલ્હીના કિસાન ઘાટ ખાતે ભારત–અમેરિકા વેપાર કરારનો વિરોધ કરવાના છે. ખેડૂતોએ દિલ્હીના કિસાન ઘાટ પર એકઠા થવાનું આહ્વાન કયુ છે. જોકે, ગઈકાલે હરિયાણામાં પોલીસે કાર્યવાહી કરી અને ઘણા ખેડૂત નેતાઓની અટકાયત કરી છે. દરમિયાન, પંજાબના ખેડૂતોનો એક મોટો કાફલો આજે સવારે પાંચ વાગ્યે ફતેહગઢ સાહિબથી પહોંચ્યો છે. જેને લઈને શંભુ બોર્ડર બધં કરવામાં આવી છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સુરક્ષા કારણોસર, પોલીસે પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ સરહદ સંપૂર્ણપણે બધં કરી દીધી છે. સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ પોલીસે બંને માર્ગેા બધં કરી દીધા હતા. એવું જાણવા મળ્યું છે કે ગઈકાલ રાતથી જ માર્ગ નાકાબંધીની તૈયારીઓ ચાલી રહી હતી. ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ યારે કોઈ સહમતિ ન બની ત્યારે બેરિકેડસ ઉભા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, ખેડૂતોના કાફલા ફતેહગઢ સાહિબથી રવાના થયા છે.નવીનતમ માહિતી અનુસાર, ખેડૂતો દિલ્હી તરફ આગળ વધવા લાગ્યા છે અને હરિયાણા પોલીસ દ્રારા શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેર કહે છે કે ભારત–અમેરિકા કરાર રદ કરવો જોઈએ. અમને એવા અહેવાલો મળી રહ્યા છે કે શંભુ સરહદ બધં કરવામાં આવી છે. અમાં માનવું છે કે સરકાર ખેડૂતો સાથે વાતચીત દ્રારા મુદ્દાનો ઉકેલ લાવવાને બદલે સંઘર્ષ અને દમનની નીતિ અપનાવી રહી છે. દેશના યુવાનોના અવાજોને અવગણવામાં આવી રહ્યા છે, અને ખેડૂતો અને મજૂરોના અવાજોને પણ અવગણવામાં આવી રહ્યા છે. ખેડૂત નેતા કહે છે કે તેમને ફકત ચાર કલાક માટે જવાનું હતું. કિસાન ઘાટ ખેડૂતોનો છે, પરંતુ તેમને ત્યાં જવાની પણ મંજૂરી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application