'રહમાન ડાકુ ' બાદ હવે 'શુક્રાચાર્ય' બનશે અક્ષય ખન્ના
'રહમાન ડાકુ ' બાદ હવે 'શુક્રાચાર્ય' બનશે અક્ષય ખન્ના
August 25, 2026 01:52 PM
બોલિવૂડમાં પોતાના અભિનયનો જાદુ ચલાવનાર અક્ષય ખન્ના હવે એક એવા અવતારમાં નજરે પડવાના છે, જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય! 'ધુરંધર'માં 'રહમાન ડાકુ' બનીને પ્રેક્ષકોની વાહવાહી લૂંટનારા અક્ષય ખન્ના હવે પૌરાણિક સિનેમાના પડદા પર 'અસુર ગુરુ શુક્રાચાર્ય'ના દમદાર પાત્રમાં તહલકો મચાવવા માટે સંપૂર્ણ તૈયાર છે.
સુપરહિટ તેલુગુ ફિલ્મ 'હનુ-મેન'ના નિર્દેશક પ્રશાંત વર્માની આગામી પૌરાણિક ફિલ્મ 'મહાકાળી'માંથી અક્ષય ખન્નાના શુક્રાચાર્યના પાત્રની પ્રથમ ઝલક (ટીઝર) રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે અને અક્ષયનો આ રૌદ્ર અને ગંભીર લુક જોઈને ફેન્સના રોમાંચનો પાર રહ્યો નથી.મનોરંજન જગતમાંથી મળતા અહેવાલો મુજબ, અક્ષય ખન્નાનો આ શુક્રાચાર્ય અવતાર માત્ર 'મહાકાળી' પૂરતો સીમિત નહીં રહે.આગામી સમયમાં આવનારી વધુ બે મોટા બજેટની પૌરાણિક ફિલ્મો 'જય હનુમાન' અને 'અધીરા માં પણ અક્ષય ખન્ના જ 'ગુરુ શુક્રાચાર્ય' તરીકે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.સિનેમાપ્રેમીઓ માટે મેકર્સે રિલીઝ ડેટની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અક્ષય ખન્ના અને પ્રશાંત વર્માની આ બહુપ્રતિક્ષિત ફિલ્મ 'મહાકાળી' ૨૦૨૭ ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.