અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના નિરાશાજનક દેખાવ બાદ હવે પક્ષની અંદર જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અસંતોષ ઊભો થવા લાગ્યો છે. ટ્રમ્પે પસંદ કરેલા રિપબ્લિકન નેશનલ કમિટીના પ્રમુખ જો ગ્રૂટર્સને પદ પરથી હટાવવાની માગ સાથે પક્ષના કેટલાક સભ્યોએ બળવો કર્યો છે. ટ્રમ્પે ગ્રૂટર્સને સંપૂર્ણ સમર્થન જાહેર કરતાં પક્ષમાં આંતરિક સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે.
રિપબ્લિકન નેશનલ કમિટીમાં અમેરિકાનાં વિવિધ રાજ્યોમાંથી પસંદ થયેલા કુલ 168 સભ્યો છે. મધ્યસત્ર ચૂંટણીમાં પક્ષના અત્યંત નબળા દેખાવ છતાં વોશિંગ્ટનના મોટાભાગના રિપબ્લિકન નેતાઓ ટ્રમ્પ્ની સાથે છે. જોકે રાષ્ટ્રીય સમિતિના કેટલાક સભ્યો ચૂંટણીના પરિણામો માટે પક્ષના વર્તમાન નેતૃત્વને જવાબદાર ગણાવી રહ્યા છે.
અસંતુષ્ટ સભ્યોએ ગ્રૂટર્સને હટાવવાની માગ ઉપરાંત સમિતિના નાણાકીય વ્યવહારોની ફોરેન્સિક તપાસ કરવાની માગ પણ કરી છે. ખાસ કરીને પક્ષના નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચવામાં આવ્યાં તે અંગે સવાલો ઊઠાવવામાં આવ્યા છે.
ગ્રૂટર્સે સમિતિના સભ્યોને પત્ર લખીને ખર્ચ અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે પ્રેસિડેન્ટ્સ કપ નામની ગોલ્ફ સ્પધર્મિાં મહેમાનગતિ પાછળ 22,500 ડોલર ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ તેના પરિણામે મોટા દાતાઓ પાસેથી 25 લાખ ડોલરનું નવું ભંડોળ મળ્યું હતું.
ટ્રમ્પ્ના ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ સુઝી વાઇલ્સની પુત્રી કેરોલિન વાઇલ્સની નિમણૂક અંગે પણ સવાલો ઊઠ્યા છે. ગ્રૂટર્સે જણાવ્યું કે આ નિમણૂક તેમના પુરોગામી માઇકલ વોટલીએ છ મહિનાના કરારથી કરી હતી અને પોતે પ્રમુખ બન્યા ત્યારે કરાર પૂરો થઈ ગયો હતો.
ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને અન્ય નેતાઓની હેરસ્ટાઇલ તથા મેકઅપ પાછળ પક્ષના નાણાં ખર્ચવા અંગે પણ ગ્રૂટર્સે બચાવ કર્યો છે.