BREAKING NEWS

યાત્રીગણ કૃપિયા ધ્યાન દે... આ તારીખે અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ રદ

  • August 07, 2026 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને માળખાકીય સુધારણા માટે હાથ ધરવામાં આવનારી વિવિધ કામગીરીના ભાગરૂપે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓપરેશનલ કારણોસર આગામી ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. રેલવે વિભાગના આ નિર્ણયથી આ રૂટ પર મુસાફરી કરવાનું આયોજન કરી રહેલા અનેક મુસાફરોને પોતાની મુસાફરીના સમયપત્રકમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થશે.


રેલવે કાર્યાલય, રાજકોટ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ટ્રેન સેવાઓમાં સુરક્ષા અને તકનીકી સુધારણા માટે સમયાંતરે આવી કામગીરી કરવી જરૂરી બને છે. ૧૬ ઓગસ્ટે આ ટ્રેન રદ રહેવાના કારણે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ઓખા તરફ મુસાફરી કરતા રજાઓ કે કામકાજ અર્થે નીકળતા મુસાફરોને બીજી ટ્રેન કે વાહનવ્યવહારના અન્ય સાધનોની પસંદગી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

રેલવે પ્રશાસન દ્વારા તમામ યાત્રીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે પોતાની યાત્રા શરૂ કરતાં પહેલાં ટ્રેનની અદ્યતન (અપડેટ) સ્થિતિ અને સમયપત્રક ચોક્કસ ચકાસી લેવું. મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) એપ્લિકેશન પરથી ટ્રેન સંબંધિત તમામ તાજી માહિતી સરળતાથી મેળવી શકે છે. આ અગવડતા બદલ રેલવે તંત્ર દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને મુસાફરોના સહકારની અપેક્ષા રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News