BREAKING NEWS

રામ મંદિરનો પ્રસાદ બતાવી એમેઝોન વેચી રહ્યું હતું મિઠાઈઃ એક લાખ રૂપિયાનો દંડ

  • August 20, 2026 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અયોધ્યાના શ્રી રામમંદિરનો પ્રસાદ કહીને પોતાના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સામાન્ય મીઠાઈઓનું વેચાણ કરવા બદલ કેન્દ્રીય કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી(સીસીપીએએ 'અમેઝોન સેલર સર્વિસેજ પ્રાઈવેટ લિમિટેડ' પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઓથોરિટીએ આ બાબતને ગ્રાહકો સાથે ખુલ્લેઆમ ગુમરાહ કરનારો અને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારો ગંભીર મામલો ગણાવ્યો છે.સીસીપીએ મુજબ, અમેઝોન પર કેટલીક મીઠાઈઓને 'રામ મંદિર અયોધ્યા પ્રસાદ'ના નામે વેચવામાં આવી રહી હતી. જોકે, આ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી કોઈ જ અધિકૃત પરવાનગી કે પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું નહોતું. પ્રાધિકરણે સ્પષ્ટપણે માન્યું છે કે સામાન્ય મીઠાઈને અયોધ્યાના પવિત્ર પ્રસાદ તરીકે વેચવાથી ગ્રાહકોની ધાર્મિક આસ્થા અને ભાવનાઓ સાથે રમત રમાઈ છે.ઓથોરિટીએ અમેઝોનને આ દંડની રકમ આગામી 15 દિવસની અંદર જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ભવિષ્ય માટે કડક સૂચના આપવામાં આવી છે કે કોઈપણ ધાર્મિક સંસ્થા કે અગ્રણી મંદિર સાથે જોડાયેલા પ્રસાદ, મહાપ્રસાદ, ભોગ કે અન્ય ધાર્મિક ઉત્પાદનોને સંબંધિત ટ્રસ્ટ કે સંસ્થાની ચકાસાયેલી (સત્યાપિત) પરવાનગી વગર પોતાના પ્લેટફોર્મ પર લિસ્ટ કરવા કે વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application