BREAKING NEWS

પીએફના પૈસા હવે એકસાથે નહીં, હપ્તામાં ઉપાડવાનો વિકલ્પ મળશે

  • November 25, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




નોકરી કરતા લોકો માટે ભવિષ્ય નિધિ (પીએફ) નિવૃત્તિ પછી આર્થિક સહારાનું મહત્ત્વનું સાધન છે. અત્યાર સુધી મોટાભાગના કર્મચારીઓ નિવૃત્તિ બાદ પોતાના પીએફ ખાતામાં જમા થયેલી સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડી લેતા હતા. પરંતુ હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) આ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવી વ્યવસ્થા હેઠળ કર્મચારીઓને નિવૃત્તિ પછી પીએફની સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડવાને બદલે હપ્તામાં ઉપાડવાનો વિકલ્પ મળશે.



ખાસ વાત એ છે કે હપ્તામાં ઉપાડવામાં આવતી રકમ પર કરવેરામાં રાહત આપવાની પણ તૈયારી ચાલી રહી છે.આ માટે શ્રમ મંત્રાલય દ્વારા નાણાં મંત્રાલય સાથે ચચર્િ કરવામાં આવી રહી છે. શ્રમમંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઈપીએફઓના કેન્દ્રીય ટ્રસ્ટી મંડળની 240મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવૃત્તિ પછી પીએફની રકમ હપ્તામાં ઉપાડવાની વ્યવસ્થા એટલે કે વ્યવસ્થિત ઉપાડ યોજના (એસડબલ્યુપી)ને મંજૂરી આપવામાં આવી હતી.કયા સમયગાળામાં ઉપાડી શકાશે પૈસા?
નવી વ્યવસ્થા હેઠળ કર્મચારી ઓને પોતાની અનુકૂળતા પ્રમાણે ત્રણ વિકલ્પ મળી શકે છે.


- માસિક ઉપાડ: દર મહિને ખાતામાંથી નક્કી કરેલી રકમ ઉપાડી શકાશે.
- ત્રિમાસિક ઉપાડ: દર ત્રણ મહિને એકવાર રકમ ઉપાડવાનો વિકલ્પ મળશે.
- છમાસિક ઉપાડ: દર છ મહિને એકવાર ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application