BREAKING NEWS

ચોટીલા નજીક ટ્રકમાંથી રૂ.૪૩.૫૦ લાખનો બિયરનો જથ્થો ઝડપી લેતી રાજકોટ રેન્જ

  • November 25, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમદાવાદ ચોટીલા હાઈવે પર આણંદપર ચોકડી પાસે રાજકોટ રેન્જની ટીમે શંકાસ્પદ ટ્રક અટકાવી તપાસ કરતા તેમાંથી રૂપિયા 43.50 લાખનો બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બિયરના આ જથ્થા સાથે ટ્રકચાલકને ઝડપી લઇ રૂપિયા 58.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા રાજસ્થાની ટ્રક ચાલકની પૂછતાછ કરતા બિયરનો જથ્થો લુધિયાણાથી મોરબી તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું.



દારૂના દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચુંટણીઓ યોજાનાર હોય અને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ચુંટણી શાંતીમય વાતાવરણમાં યોજાય તે હેતુસર પ્રોહિબીશનની પ્રવૃતિમાં સંડોવાયેલા શખસોને શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા,એસ.પી.ગોહિલ, એ.વાય.ઉધાસની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી.



દરમિયાન હિતેશભાઇ જોગરાણાને મળેલ હકિકત આધારે પીએઅસાઇ બી.સી.મિયાત્રા તથા સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વકારભાઇ અરબ, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, વિજયસિંહ પરમાર, ફતેસંગ પરમાર, રાજુભાઇ પઢેરીયાએ ટાટા કંપ્નીનો ટ્રક નં.આર.જે-19-જીસી -6579 માં બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો બીયરનો જથ્થો ભરી અમદાવાદ-ચોટીલા હાઇવે પરથી ચોટીલા નજીક ટ્રકમાંથી ા.43.50 લાખનો બિયરનો જથ્થો ઝડપી લેતી રાજકોટ રેન્જચોટીલા નજીક ટ્રકમાંથીપસાર થનાર હોવાની મળેલ હકિકત વાળા ટ્રકની વોચમાં હતા. ત્યારે શંકાસ્પદ ટ્રક આણંદપર ચોકડી ચોટીલા પાસેથી પસાર થતા તેને અટકાવ્યો હતો.


ટ્રકમાંથી ઢાંકેલી તાલપત્રી નીચે છુપાવેલો 34,800 બીયરનો કિ. રૂ.43.50 લાખનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે બિયરના આ જથ્થા સાથે ટ્રકચાલક પ્રેમારામ ભવરલાલ ખોડ (રહે.હરીનગર તા.બાલેશ્વર જી.જોધપુર, રાજસ્થાન) ની અટકાયત કરી ટ્રક, બીયરના ટીન, મોબાઇલ ફોન, તાડપત્રી તથા ટ્રકને લગતા કાગળો મળી કુલ રૂ.58,55,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે ટ્રકચાલકની પુછતાછ કરતા બિયરનો આ જથ્થો તેને શ્રવણ જાટ (રહે. આગોલય તા.બાલેશ્વર જી.જોધપુર, રાજસ્થાન) એ ટ્રકમાં ભરી આપ્યો હતો જયારે ટ્રકનો માલીક પુખરાજ ભાખરારામ વિશ્નોઇ( રહે. ભીલો કી ઢાણી, બારાસણ, ગુડામાલાણી, રાજસ્થાન) હોવાનું માલુમ પડયું હતું. બિયરનો આ જથ્થો રાજસ્થાની ભરી મોરબી સપ્યાલ કરવાનો હોવાનું પોલીસે સુત્રોએ જણાવ્યું છે. હાલ આ મામલે રાજકોટ રેન્જની ટીમે ચોટીલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application