BREAKING NEWS

ગોંડલના અક્ષર મંદિર ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિએ ૪૦ જેટલા સંતોની પધરામણી

  • September 16, 2026 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી અક્ષર મંદિર ગોંડલ ખાતે તારીખ 13 સપ્ટેમ્બર 2026 રવિવારના રોજ 40 જેટલા સંતોની પધરામણી થઈ હતી. બીએપીએસ સંત પ્રશિક્ષણ કેન્દ્ર સારંગપુર ખાતે રહી પ્રશિક્ષણ પામી રહેલા 40 જેટલા સંતો શ્રાવણ માસ નિમિત્તે જુદા જુદા મંદિરોમાં પધરામણી માટે પધાર્યા હતા. શ્રાવણમા પૂર્ણ થતાં પુનઃ સારંગપુર મંદિર ખાતે જતા આજે ગોંડલ મંદિરે શ્રી અક્ષરદેરીના દર્શન માટે પધાર્યા હતા. આ તકે રવિવાર હોવાથી સંતોના દર્શન રવિસભામાં પણ ઉપસ્થિત તમામ હરિભક્તોએ કરી ધન્યતા અનુભવી હતી. તમામ સંતોનું મહાનુભાવોએ પુષ્પહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. રવિસભાના અંતમાં ઉપસ્થિત તમામ સંતોએ આરતી અર્ધ્ય દ્વારા ઠાકોરજીને વધાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application