BREAKING NEWS

દ્વારકા જગત મંદિરના શિખરે ભારે પવનના કારણે અડધી કાઠીએ ધ્વજારોહણ : સુરક્ષાના કારણે લેવાયો નિર્ણય

  • September 16, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જગત મંદિરના શિખરે ભારે પવનના કારણે અડધી કાઠીએ ધ્વજારોહણ: સુરક્ષાના કારણે લેવાયો નિર્ણય

પશ્ચિમ ભારતના મહત્વના તીર્થસ્થાન દ્વારકાના ભવ્ય જગતમંદિર પર ધ્વજા અડધી કાઠીએ લહેરાવાઇ છે કેમકે આજ મંગળવારે વહેલી સવારથી મૌસમે મિજાજ બદલ્યો હતો અને વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો.

દ્વારકાના જગત મંદિરમાં દરરોજ ને માટે છ ધજાજી ચડાવવામાં આવે છે. અને ધજાજી ચડાવવા માટે ખૂબ મોટું વેઇટિંગ લિસ્ટ રહેલું છે. ભક્તોની મનોકામના પૂર્ણ થયે ધ્વજાજી ચડાવીને ભક્તો શ્રીજી સમક્ષ આભાર પ્રગટ કરે છે. તડકો હોય, વાવાઝોડું હોય, વરસાદ હોય પરંતુ દરરોજ ને માટે છ ધ્વજાજી ચડાવવાનો નિયમ રહેલો છે. 

દ્વારકાના ત્રિવેદી પરિવારના યુવાનો ધ્વજાજી ચડાવવાનું કામ કરે છે. ૧૫૦ ફૂટ ઊંચા મંદિરના શિખર ઉપર લગભગ ૨૫ ફૂટ લાંબો ધ્વજ દંડ આવેલો છે. આ ધ્વજદંડ પર ધ્વજારોહણ કરવામાં આવે છે. હવામાન ખાતાની આગાહી અનુસંધાને ભારે પવન તથા ભારે વરસાદની સંભાવના સેવવામાં આવી છે, ત્યારે જગત મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવતી ધજાજી અડધી કાઠીએ સુરક્ષાના લીધે ફરકાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application