BREAKING NEWS

દિલ્હીમાં ઝેરી હવાને લીધે લોકો આપઘાત કરી લેવા સુધીનું પણ વિચારી શકે: રિપોર્ટ

  • September 16, 2026 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીમાં સતત વધતા પ્રદૂષણને કારણે લોકો વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હવે, સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઝેરી હવા ઘણા અન્ય નુકસાન પહોંચાડી શકે છે.
હાલના પુરાવાઓની સમીક્ષામાં દર્શાવવામાં આવ્યું છે કે વાયુ પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી આત્મહત્યાના વિચારો અથવા આત્મહત્યા થઈ શકે છે અને મૃત્યુનું જોખમ વધી શકે છે. આમાંથી, પીએમ૨.૫ અને પીએમ૧૦ અને નાઇટ્રોજન ડાયોકસાઇડ જેવા કણો સૌથી વધુ જોખમ ઊભું કરે છે.સંશોધકોએ જણાવ્યું હતું કે જર્નલ ઓફ એપિડેમિઓલોજી એન્ડ કોમ્યુનિટી હેલ્થમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે આત્મહત્યા નિવારણ વ્યૂહરચનાઓ પર્યાવરણીય જોખમોને ધ્યાનમાં લેવી જોઈએ, કારણ કે તેમાં ફેરફાર કરી શકાય છે. યુકેમાં કવીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટની ટીમે ૨૯ અભ્યાસોના પરિણામોનું વિશ્લેષણ કયુ જેમાં વાયુ પ્રદૂષણની આત્મહત્યા અને આત્મહત્યાના વિચારો પર વધતી અસર જોવા મળી હતી.તેમણે કહ્યું કે વ્યકિતગત, જૈવિક અને પરિસ્થિતિગત પરિબળોના આંતરપ્રક્રિયાનો અર્થ એ છે કે આત્મહત્યા નિવારણ ખરેખર જાહેર આરોગ્યનો મુદ્દો છે. જોકે, સંશોધકોએ નોંધ્યું હતું કે યારે ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર પર્યાવરણની અસરનો વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો છે, ત્યારે આત્મહત્યાની સંભાવના પર પર્યાવરણીય પરિબળોની સંભવિત ભૂમિકા વિશે ઓછું જાણીતું છે.સંશોધનના લેખકોએ લખ્યું, આ મેટા–વિશ્લેષણ પીએમ૨.૫ અને પીએમ૧૦ના ટૂંકા ગાળાના સંપર્કમાં અને પીએમ૨.૫ અને નાઇટ્રોજન ડાયોકસાઇડના લાંબા ગાળાના સંપર્કમાં અને આત્મહત્યાના મૃત્યુ, આત્મહત્યાના પ્રયાસ અથવા આત્મહત્યાના વિચારોના જોખમ વચ્ચે આંકડાકીય રીતે નોંધપાત્ર હકારાત્મક જોડાણ દર્શાવે છે. ટીમે વધુમાં નોંધ્યું કે સલ્ફર ડાયોકસાઇડ અને ઓઝોન જેવા અન્ય વાયુ પ્રદૂષકો અને ધ્વનિ પ્રદૂષણ સાથે સમાન હકારાત્મક જોડાણ હોઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application