રાજકોટ ભરણપોષણના કેસમાં કોર્ટે સજા ફટકાર્યા બાદ રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટયા બાદ ફરાર થઇ ગયેલા પાકા કામના કેદીને પેરોલ ફર્લો સ્કોર્વોડની ટીમે બાપુનગર ચોકડી પાસેથી ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલહવાલે કર્યો હતો.ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પેરોલ જમ્પ કેદીઓને ઝડપી લેવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ પીઆઇ એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.બી.ધાસુરા પેરોલ ફર્લો સ્કોર્વડની ટીમ તપાસમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ૮૦ ફૂટ રોડ પર બાપુનગર ચોકડી પાસે અલંગ હાઉસ નજીકથી પાકા કામના ફરાર કેદી હૈદર ગફારભાઇ માંડલીયા(ઉ.વ. ૫૧ રહે. ઘાંચીવાડ,જિલ્લા ગાર્ડન પાસે, રાજકોટ) ને ઝડપી લઇ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, હૈદર માંડલીયાને જામનગર કોર્ટે ભરણપોષણ કેસમાં સજા ફટકાર્યા બાદ તે રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન હતો. દરમિયાન પેરોલ પર છુટયા બાદ તે ફરાર થઇ ગયો હતો. કેદીને ઝડપી લેવાની કામગીરીમાં એએસઆઇ ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. રાજદિપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્સ. અમિનભાઇ ભલુર, કુલદીપસિંહ જાડેજા,શાંતુબેન મૂળીયા, અને દોલતસિંહ રાઠોડ સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application