BREAKING NEWS

૨૦૨૭થી ઈડીમાં મોટા ફેરફારો થશે: ૩૯ શહેરોમાં બનશે ઓફિસો, અધિકારીઓમાં ૫૦ ટકા વધારો

  • September 16, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દેશભરમાં પોતાની તપાસ વ્યવસ્થાનો વ્યાપ વધારવાની તૈયારીમાં છે. એજન્સીનું નવું સંગઠનાત્મક માળખું ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી અમલમાં મૂકવાનું લય રાખવામાં આવ્યું છે. પ્રસ્તાવિત પુનર્ગઠન હેઠળ મની લોન્ડરિંગની તપાસ માટે પ્રિવેન્શન આફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ) હેઠળ ૫૦ ઝોન બનાવવામાં આવશે. યારે ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ (એફઈએમએ) સંબંધિત કેસો માટે અલગથી પાંચ ઝોન બનાવવાની યોજના છે.હાલમાં અનેક મની લોન્ડરિંગ અને આર્થિક ગુનાઓની તપાસમાં ચારથી પાંચ વર્ષ સુધીનો સમય લાગી શકે છે. ઈડી હવે તપાસ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવીને આવા કેસોની તપાસ આશરે દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનો લયાંક ધરાવે છે.પુનર્ગઠન બાદ ઈડીમાં મંજૂર પદોની સંખ્યા હાલના ૨,૦૨૯થી વધારીને ૩,૨૫૬ કરવામાં આવશે. સાથે જ ફંકશનલ યુનિટસની સંખ્યા ૧૩૧થી વધારીને ૨૪૧ કરવાની યોજના છે.
એફઈએમએ સંબંધિત કેસો માટે પ્રસ્તાવિત પાંચ ઝોન દિલ્હી, ચંડીગઢ, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ ખાતે હશે. સરકાર અને ઈડીનો હેતુ તપાસ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાનો તથા આર્થિક ગુનાઓ સાથે સંકળાયેલા કેસોના નિકાલમાં ઝડપ લાવવાનો છે.ઈડીના પ્રોજેકટ પ્રવર્તન ભવન હેઠળ દેશના એવા તમામ ૩૯ શહેરોમાં કાયમી કચેરીઓ સ્થાપિત કરવાની યોજના છે, યાં હાલમાં ઈડીનું કામકાજ ચાલી રહ્યું છે. આ કચેરીઓને ૩૧ માર્ચ, ૨૦૨૯ સુધીમાં તૈયાર કરવાનો લયાંક રાખવામાં આવ્યો છે.આ પગલાથી પ્રાદેશિક સ્તરે ઈડીની હાજરી વધુ મજબૂત બનવાની સાથે તપાસ અધિકારીઓને વધુ સારી માળખાકીય સુવિધાઓ મળી શકે છે.
બેંગલુમાં ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે યોજાયેલી ઈડીના ૩૬મા ઝોનલ અધિકારીઓની ત્રિમાસિક બેઠકમાં તપાસ વ્યવસ્થાને આધુનિક બનાવવા અંગે વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.તપાસ દરમિયાન નેટગ્રિડ, ઇન્ટર–ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, કંપનીઓ અને ઇમિગ્રેશન સંબંધિત ડેટાબેઝ, ડિજિટલ કરન્સીના વ્યવહારો તથા એફઆઈયુ–ઇન્ડિયા પાસેથી મળતી માહિતીનો વધુ ઉપયોગ કરવાની દિશામાં ભાર મૂકાયો છે.
સાઇબર ગુનાઓની તપાસ માટે આધુનિક ફોરેન્સિક સાધનો અને સ્થળ પર પુરાવા એકત્રિત કરવાની કિટની સંખ્યા વધારવાની પણ યોજના છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સહયોગથી પ્રાદેશિક લેબોરેટરીમાં નિષ્ણાતોની મદદ વધારવામાં આવશે.હાલની સત્તાવાર વ્યવસ્થા મુજબ ઈડી ૫ રીજન, ૨૭ ઝોન અને ૧૮ સબ–ઝોન મારફતે કાર્ય કરે છે. પ્રસ્તાવિત પુનર્ગઠન બાદ પીએમએલએ સંબંધિત કેસો માટે ઝોનની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. ઈડીનું માનવું છે કે તેનાથી તપાસનું કામ પ્રાદેશિક સ્તરે વધુ સારી રીતે વહેંચી શકાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application