BREAKING NEWS

ભાજપના જ ધારાસભ્યએ પચાવી પાડેલી જમીન મોદીએ સ્કૂલ ફ્રેન્ડને પાછી અપાવી

  • September 16, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાળાના સાથી અસગર અલી વોરાની ભાયંદરમાં આવેલી જમીન પર ભાજપના જ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાની બાંધકામ કંપનીએ અતિક્રમણ કયુ હતું અને કબજો જમાવી દીધો હતો, જે અંગે વોરા મોદીને મળ્યા હતા અને હસ્તક્ષેપ કરવા અરજ કરી હતી. હજુ તો ૮મીએ બન્નેની મુલાકાત થઈ ને એક સાહમાં જ એ જમીન ખાલી કરી દેવામાં આવી અને વોરાને પરત સોપી દેવામાં આવી. આમ મોદીએ મિત્રતા નિભાવી હોવાનું સામે આવ્યું છે.ઘટની વિગ્ત જોઈએ તો મીરા રોડના ૮૧ વર્ષીય રહેવાસી વોરા, પીએમ મોદીને મળ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાની બાંધકામ કંપનીએ ભાયંદરમાં તેમની જમીન પર અતિક્રમણ કયુ છે.થોડા દિવસો પછી, મંગળવારે, નેતાએ જાહેરાત કરી કે તેઓ વિવાદિત જમીનનો કબજો છોડી રહ્યા છે અને પ્લોટ માટે બાંધકામ પરવાનગી સોંપી રહ્યા છે. મહેતાએ એમ પણ કહ્યું કે તેઓ ગુજરાતના વડનગરમાં બીએન સ્કૂલમાં મોદી સાથે અભ્યાસ કરતા વૃદ્ધ વ્યકિત, અસગર અલી વોરા સામેની તેમની અગાઉની ફરિયાદ પાછી ખેંચી રહ્યા છે.વોરા ૮ સપ્ટેમ્બરે વડા પ્રધાનને મળ્યા હતા અને વિવાદમાં તેમની હસ્તક્ષેપની માંગ કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે તેમણે ૧૯૮૯માં ભાયંદર પૂર્વના નવઘરમાં આશરે ૨,૮૧૦ ચોરસ મીટર જમીન ખરીદી હતી, પરંતુ ૨૦૧૧માં, આ પ્લોટ પર તેમના પોતાના બિલ્ડરો અને મહેતાના સેવન–ઈલેવન કન્સ્ટ્રકશન્સ દ્રારા અતિક્રમણ કરવામાં આવ્યું હતું.વોરાએ જણાવ્યું હતું કે તેઓ લગભગ ૧૫ વર્ષથી વિવિધ સરકારી અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન સાથેની તેમની મુલાકાત દરમિયાન તેમને સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો.મીટિંગ બાદ, સરકારી અધિકારીઓએ આ બાબતે કાર્યવાહી શ કરી. મંગળવારે, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રીકર પરદેશીએ સચિવાલયમાં એક બેઠક બોલાવી હતી. વોરા, મહેતા, મીરા–ભાયંદર મ્યુનિસિપલ કમિશનર રાધા બિનોદ શર્મા અને ટાઉન પ્લાનર પુષોત્તમ શિંદેએ બેઠકમાં હાજરી આપી હતી.
બેઠક દરમિયાન, મહેતાએ ટાઉન પ્લાનિંગ વિભાગને એક પત્ર સુપરત કર્યેા હતો જેમાં જણાવ્યું હતું કે તેઓ વિવાદિત જમીનનો કબજો છોડી રહ્યા છે અને તેમને મળેલી બાંધકામ પરવાનગી પરત કરી રહ્યા છે. મહેતાએ પત્રમાં જણાવ્યું હતું કે આ જમીન ૨૦૧૯ માં મેરવિન ફર્નાન્ડિસ પાસેથી ખરીદવામાં આવી હતી.
પોલીસ કમિશનરને લખેલા એક અલગ પત્રમાં, ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેઓ વોરા સામેની તેમની અગાઉની ફરિયાદ પાછી ખેંચી રહ્યા છે કારણ કે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application