BREAKING NEWS

શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરાશે તો જ ભારત–બાંગ્લાદેશના સંબધં સુધરશે

  • September 16, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'ભારત વિરોધી' માનસિકતા ધરાવતા બાંગ્લાદેશના વડા પ્રધાન તારિક રહેમાનના સલાહકાર ઝાહેદ ઉર રહેમાને કહ્યું છે કે શેખ હસીનાનું પ્રત્યાર્પણ થાય તો જ ભારત સાથેના સંબંધો સુધરી શકે છે. ઝાહેદ ઉર રહેમાન તારિક રહેમાનના માહિતી અને પ્રસારણના સલાહકાર છે અને તે જ વ્યકિત છે જેમને તાજેતરમાં દિલ્હી એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા. ઝાહેદ તેમના ભારત વિરોધી વાણીવિલાસ માટે કુખ્યાત છે. શેખ હસીના ઉપરાંત, તેમણે શેખ હસીનાના અવામી લીગના મહાસચિવ ઓબૈદુલ કાદર અને અન્ય લોકોને બાંગ્લાદેશને સોંપવાને મુખ્ય શરત તરીકે ટાંકયું હતું.તેમણે કહ્યું કે તેમને આશા છે કે ભારત સરકાર તેમને સોંપશે. ઝાહેદ ઉર રહેમાને મંગળવારે સચિવાલયમાં સરકારી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા માટે માહિતી મંત્રાલય દ્રારા આયોજિત નિયમિત પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
એ નોંધવું જોઈએ કે જુલાઈ–ઓગસ્ટ ૨૦૨૪ માં બાંગ્લાદેશમાં કથિત વિધાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન શેખ હસીનાની સરકાર પર ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ક્રાઇમ ટિ્રબ્યુનલ દ્રારા શેખ હસીના સહિત અનેક અવામી લીગ નેતાઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, જેમાં ઓબૈદુલ કાદરનો પણ સમાવેશ થાય છે. ઝાહીદે કહ્યું, હત્પં ભારત સરકારને વિનંતી કરવા માંગુ છું કે બાંગ્લાદેશ સાથેના સંબંધો સુધારવા માટે આને એક મહત્વપૂર્ણ શરત તરીકે ધ્યાનમાં લે.
ઢાકામાં બાંગ્લાદેશમાં ભારતના હાઇ કમિશનર દિનેશ ત્રિવેદી સાથેની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરતા, ઝાહીદ ઉર રહેમાને કહ્યું કે આ મુદ્દો તેમની ચર્ચા કરાયેલા મુદ્દાઓમાંનો એક હતો. તેમણે કહ્યું, મારા તરફથી, મેં શેખ હસીના અને અન્ય લોકો અંગે અમારો ધ્ષ્ટ્રિકોણ રજૂ કરવાનો પ્રયાસ કર્યેા. બાંગ્લાદેશ સાથે કામ કરવા માટે તેઓએ (ભારતે) આ મુદ્દાઓ પર વિચાર કરવો જોઈએ.
બાંગ્લાદેશના વિદેશ રાયમંત્રી હત્પમાયુ કબીરે જણાવ્યું હતું કે તેમની સરકાર ભારત સાથે સારા દ્રિપક્ષીય સંબંધો ઇચ્છે છે, પરંતુ ભારતને અન્ય દેશો કરતાં વધુ મહત્વ આપવામાં આવશે નહીં. તેમણે દ્રિપક્ષીય વાતચીત પર ભાર મૂકયો અને કહ્યું કે ભારત ફકત એક અન્ય દેશ છે.બાંગ્લાદેશના રાષ્ટ્ર્રપતિ મિર્ઝા ફખલ ઇસ્લામ આલમગીરે પાકિસ્તાન સાથે વેપાર, રોકાણ, શિક્ષણ અને લશ્કરી સંબંધો મજબૂત કરવા હાકલ કરી છે. તેમણે બંને દેશો વચ્ચે વેપાર વધારવા અને ઉચ્ચ શિક્ષણની તકો વધારવા પર ભાર મૂકયો છે.બીજી તરફ તારિક રહેમાન ભારતની મુલાકાત લેવા તૈયાર છે, પરંતુ તેમની શરત એ છે કે એક એજન્ડા અગાઉથી નક્કી કરવો જોઈએ જેથી તેઓ તેમના દેશમાં પાછા ફર્યા પછી નક્કર પરિણામો અથવા સિદ્ધિઓની જાણ કરી શકે. જો આવું ન થાય, તો તેમને રાજકીય નુકસાન થઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application