સગીર પર બળાત્કાર કરવાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામે સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં જોધપુર જેલમાં શરણાગતિ સ્વીકારી નથી.નોંધનીય છે કે આસારામ માટે 6 ઓક્ટોબરથી સારવાર માટે 20 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી હતી અને આસારામે મંગળવારે સાંજ સુધીમાં જોધપુર જેલમાં હાજર થવાનું હતું.પરંતું આસારામ જેલમાં હાજર થવાને બદલે ઉજ્જૈનની ધન્વંતરી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આથી પેરોલની સમયમર્યાદા પૂરી થયા બાદ હાજર ન થવા બદલ જેલ વહીવટીતંત્રે તેમની સામે ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી છે.
આસારામને 6 ઓક્ટોબરના રોજ તબીબી સારવાર માટે 20 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. પેરોલનો સમયગાળો મંગળવારે સમાપ્ત થયો હતો, અને તેમને સાંજે 5 વાગ્યા સુધીમાં જેલમાં હાજર થઈ થવાનું કહેવામાં આવ્યું હતું.જેલ અધિક્ષક પ્રમોદ સિંહે જણાવ્યું હતું કે જો આસારામ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં આત્મસમર્પણ નહીં કરે તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે.
તેઓ ઉજ્જૈનની ધન્વંતરી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આસારામે સુપ્રીમ કોર્ટમાં તેમના પેરોલનો સમયગાળો વધારવાની અપીલ કરી હતી. જોકે, કોર્ટે તેનો ઇનકાર કરી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application