ગુજરાતના હવામાનમાં આગામી 24 કલાક બાદ મોટો પલટો આવવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વાતાવરણમાં અચાનક થનારા આ ફેરફારને કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. બદલાતા હવામાનને પગલે રાજ્યના તાપમાન અને ભેજના પ્રમાણમાં પણ ફેરફાર જોવા મળી શકે છે, જેનાથી નાગરિકોને ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળવાની આશા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 29 ઓક્ટોબરના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળશે. આ દરમિયાન નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની શક્યતા છે.
ત્યારબાદ 30 ઓક્ટોબરના રોજ વરસાદી માહોલનો વ્યાપ થોડો વધી શકે છે. આ દિવસે દક્ષિણ ગુજરાતની સાથે-સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમા પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડવાની પૂરી સંભાવના છે. હવામાનમાં આવી રહેલા આ અચાનક ફેરફારને કારણે ખાસ કરીને ખેડૂતોમાં પોતાના પાકને લઈને ચિંતા વધી છે, જ્યારે સામાન્ય જનતા હવામાનના નવા રાઉન્ડની રાહ જોઈ રહી છે.
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ વરસાદી ફેરફાર મુખ્યત્વે હળવા ઝાપટાં પૂરતો મર્યાદિત રહેશે. છતાં, વરસાદની ચોક્કસ તીવ્રતા અને તેની રાજ્ય પર થનારી એકંદર અસર અંગે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં બહાર પાડવામાં આવનારી વધુ નવી અપડેટ્સ અને આગાહીઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.