BREAKING NEWS

જામ્યુકોનું ખાસ બોર્ડ ૨૦ મીનીટમાં પૂર્ણ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝને લીલીઝંડી

  • October 28, 2026 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોનું ખાસ બોર્ડ ૨૦ મીનીટમાં પૂર્ણ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝને લીલીઝંડી


જામનગર મહાનગરપાલીકાની આજે મળેલી ખાસ સામાન્ય સભા ફકત ૨૦ મીનીટમાં પૂર્ણ થતા વધુ એક વખત ખાધું પીધું રાજ કર્યાનું ચિત્ર ઉપસતા અનેક સવાલ ઉઠયા છે. જનરલ બોર્ડમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ તથા પેન્શનની ઉચ્ચક રકમ ચૂકવવા અને શાળા નં.૪૨ની ઇમારતના નવનિર્માણની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. અત્રે નોંધનીય અને આશ્ર્ચર્યની બાબત એ છે કે, ઘન કચરા વ્યવસ્થાપન બાયલોઝ-૨૦૨૬ના નિયમ અને જોગવાઇથી સંભવત: તમામ નગરસેવકો અજાણ છે, કારણ કે, સામાન્ય સભામાં શાસકપક્ષ અને વિપક્ષે આ બાયલોઝની કોપી આપવા રજૂઆત કરી હતી. 

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયોલોઝ-૨૦૨૬ માટે જામનગર મહાનગપાલીકાની ખાસ સામાન્ય સભા આજે મેયર મોનીકાબેન વ્યાસના અઘ્યક્ષ સ્થાને મળી હતી.સામાન્ય સભામાં ગુજરાત રાજય સેવા પેન્શન નિયમો-૨૦૨ અન્વયે મનપાના સેવા પેન્શન મેળવતા પેન્શનરનું મૃત્યુના કિસ્સામાં પેન્શનની બરાબર ઉચ્ચક રકમ ચૂકવવા, નગર પ્રાથમિક શિક્ષણ હસ્તક શાળા નં.૪૨ ના આધુનિક શાળાનું નવ નિર્માણ કરવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરાઇ હતી. જયારે તા.૨૨-૧૦-૨૦૨૬ની ભલામણ અનુસાર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ-૨૦૨૬ અન્વયે કમિશ્ર્નરની રજૂ થયેલી દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી હતી. આ દરખાસ્તની મંજૂરી દરમ્યાન આપના નગરસેવીકા જૈનબબેન ખફીએ ગત મીનીટસની બહાલીના એજન્ડામાં ગત બોર્ડમાં જે મીનીટસની નોંધ કરવામાં આવી છે તેમાં અધૂરી વિગતો  અને વાકયો હોય સુચારું અને પૂર્ણ રીતે નોંધ કરવા રજૂઆત કરી હતી. જયારે કોંગ્રેસના નગરસેવીકા સહારાબેન મકવાણાએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયોલોઝ-૨૦૨૬ ની દરખાસ્તને આવકારી શહેર વધુ સ્વચ્છ બને તે માટેના પ્રયાસોમાં સહયોગ આપવાની સાથે કચરાના પોઇન્ટ સીકયુરીટી રાખી નાબૂદ કરવા માંગ કરી હતી. જયારે ભાજપના નગરસેવક સુભાષભાઇ જોશીએ દીવાળીના તહેવારોમાં કચરો વધુ થતો હોય આગોત‚ં આયોજન કરવા તો નીલેશભાઇ હાડાએ પાણીનો વેફડાટ અટકાવવા ચેકીંગ સહીતની કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. 

જનરલ બોર્ડમાં કમિશ્ર્નર દીપેશ કેડીયાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ-૨૦૨૬ બનાવામાં આવ્યો છે. જેની અમલવારી મહાનગરપાલીકાએ કરવાની છે. જયારે બોર્ડમાં સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી કેતન કટેશિયાએ કોંગી નગરસેવિકાના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે, આ કાયદામાં ડોર ટુ ડોર કચરાનું કલેકશન, સંગ્રહ, સેગ્રીગેશન અને ટ્રાન્સપોર્ટેશન સહીતના મુદાનો સમાવેશ થાય છે. ખાસ કરીને કચરાને ચાર પ્રકારે સેગ્રીગેશન કરવા પર ખાસ ભાર મૂકાયો છે. પરંતુ આ કાયદાના નિયમો અને જોગવાઇઓ અંગે મોટાભાગના નગરસેવકો અજાણ હોય શાસકપક્ષ અને વિપક્ષના નગરસેવકોએ આ કાયદાની કોપી આપવા કમિશ્ર્નર અને મેયરને રજૂઆત કરી હતી. ​​​​​​​
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application